ભક્ત અને ભક્તિ


                                        ભક્ત અને ભક્તિ
તાઃ૯/૧૧/૨૦૦૮                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

            જીવને જન્મ મળે એટલે કે દેહ ધારણ થાય અને તે જ્યારે સમજવાની કક્ષામાં
પગ મુકે અને મન કાર્યરત થાય એટલે તેદરેક બાબતે પોતાના લક્ષ નક્કી કરે છે.બાળક
સ્કુલમાં જાય તો ત્યાં તેનુ લક્ષ છે ભણવાનું એટલે કે તેમાતાસરસ્વતી નો ભક્તકહેવાય,
તેવી જ રીતે જ્યારે ઘરસંસાર શરુ થાય ત્યારે તે પોતાની બુધ્ધીનો  ઉપયોગ  કરી ઘર
ચલાવવા નાણાંની જરુર પડતા તેનુ લક્ષ ધન કમાવવાનું થાય ત્યારે તે માતાલક્ષ્મીનો
ભક્ત કહી શકાય.
           આમ જીવનના દરેક ક્ષેત્રે તે જીવ ભક્ત બને જ છે. અને જ્યારે શરીર નિવ્રુત્તીના
આરે આવે ત્યારે બીજા જીવો તેમની રીતે લક્ષને વળગી રહેછે જ્યારે મનુષ્ય પરમાત્માની
કૃપા પામવાનુ લક્ષ રાખી તે પ્રભુનો ભક્ત બને છે.અને આ જ રીતે જીવ તે લક્ષને પ્રાપ્ત
કરવા માટે જે મહેનત કરે તેને ભક્તિ કહેવાય કારણ ભક્ત તેના ધ્યેયને પહોંચવા પ્રયત્ન
કરે છે જેને સમઝણ શક્તિ પ્રમાણે ભક્તિ કહેવાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ચાં હાલ્યા


                             ચાં હાલ્યા

તાઃ૭/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ મગનભાઇ,ઓ કાનજીભાઇ.ઓ છોટાલાલના ભાઇ
આ મુકી માયા તમે ચાં હાલ્યા, આ લફરાં લટકે અહીં
                               ….ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ
મને ના હુઝે ના મન મારુ ડુબે,આ લટકી લાંબી કતાર
નાહુ ભુલ્યો કેનાકાંઇ હું બોલ્યો,ચાં હાલ્યા છોડીઘરબાર
                               ….ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ
મારું લટકેમન નાઅટકેતન,મજદુરી કરે મનદઇઅપાર
જગ છોડી ઝંઝટ ના દઉ હું પળ,જે વળગે જગેપળવાર
                               …..ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ.
તમે છટકી નાસી ગયા ને મારી મુઝવણ વધી દસબાર
મનેસાથેરાખો ને મારાદુઃખડાંકાપો જે મને મળ્યાઅજાણ
                                    …..મને મુકીને તમે ચાં હાલ્યા.
મારી કાયાકાચી પણલાગી માયા આ જગમાં વારંવાર
એકને છોડું ને બીજી વળગે,જેની મને કદી નાપહેચાન
                                    …..મને મુકીને તમે ચાં હાલ્યા.

ફ્ફ્જ્જ્જ્ક્ફ્જ્સ્જ્ક્જ્ક્જ્જ્જ્ક્જ્ફ્જ્ક્જ્ક્જ્ક્જ્ક્જ્ક્જ્જ્જ્સ્જ્ક્જ્જ્ક્ક્ક્સ્જ્લ્જ્જ્સ્લ્જ્સ્સ્લ્જ્સ્જ્સ્