મોક્ષની વિનંતી

                        મોક્ષની વિનંતી 

તાઃ૧૩/૧૧/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન જલારામને મનથી ને વંદન સાંઇબાબાને પ્રેમથી
સાચી ભક્તિ સેવા કીધી ને પરમાત્માની મહેર છે લીધી
એવા સંતોના સ્મરણે મનડુ અખંડશાંન્તિ પામી હરખાય

ભક્તિ કીધી છે જગમાં સંતોએ જે થકી પ્રભુજી મલકાય
મનથી જ્યાં સેવા સ્વીકારી ત્યાં મન સંસારે ના લોભાય
માગીમાયા પ્રભુની જે જગમાં સાચીભક્તિ છે ઓળખાય
એવા સંતોના સ્મરણે મનડુ અખંડશાંન્તિ પામી હરખાય

નિરખી સંસારી સંતોની ભક્તિ નાદીઠો ક્યાંય મેં દેખાવ
માગુ પ્રભુ કૃપા સંતો થકી જેણે ઉજ્વળ કર્યા અવતાર
મોક્ષનીમાયા મને છે લાગી સંસારથી ના કોઇ લાગેમોહ
એવા સંતોના સ્મરણે મનડુ અખંડશાંન્તિ પામી હરખાય

ભક્તિ સાચી પ્રેમની નાદીસે કોઇ મિથ્યા લાગણીકે પ્રેમ
મુક્તિ કેરા દ્વારપર લેજો પકડી હાથ જેની છે અભિલાષા
અંતરમાં આનંદ ઉભરશે ને મનમાં નહી રહે જીવે મોહ
એવા સંતોના સ્મરણે મનડુ અખંડશાંન્તિ પામી હરખાય

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ