એક કદમ


                            એક કદમ                        

તાઃ૧૯/૧૧/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક કદમ જો હું ચાલુ, તો મિત્રો ચાલે બે
       આનંદ આવે ને ઉભરે હેત,ના વાગે ક્યાંય બ્રેક
વતન તરફની લાગણી મળી જાય જો એક
       ઉજાસ જીવનમાં થઇજાય,જગમાં જેની છે ખોટ
                                    ………એક કદમ જો હું ચાલુ
આવી ઉભા બારણે,જ્યાં લાગણી હૈયે ને હેત
       માગણી ના પ્રેમની કરતો,કે નારહેતો કોઇ દ્વેષ
નિરાકાર સંસારમાં જન્મે, માનવી શોધે પ્રેમ
       મળી જાય માગણી મનની ના રહે બીજી જીદ
                                    ………એક કદમ જો હું ચાલુ
ડગમગ ચાલે જીવનનૈયા,ભક્તિ કેરી છે દોર
      સંતાને સ્નેહ ને પ્રેમ વળી મિત્રોના મળે છે હેત
ના વિશાળ જગ લાગે જ્યાં પ્રેમ છે ચારે કોર
      મનમાં મળી ભાવના,છે ત્યાંસાર્થક જીવન  છેક
                                    ………એક કદમ જો હું ચાલુ

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%