પ્રેમના આંસુ


                           પ્રેમના આંસુ

તાઃ૨૦/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

લકીર દીઠી એક પ્રેમની ને ઉજ્વળ સ્નેહ દેખાય
મમતાની મીઠી લાગણી હૈયે આજ મારે ઉભરાય
                            ….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
અજબ એવા સંસારમાં,ગજબ મળે જગતમાં પ્રીત
ઉભરો અંતરમાં ત્યાંઆવે,જ્યાં સાચી પ્રેમની રીત
મળી ગઇ મહેંક માનવતાની, ના બીજી કોઇ શોધ
પ્રેમની પાવક સૃષ્ટિ મળી, જ્યાં નથી બીજો લોભ
                             ….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
પલકએક પૃથ્વી તણીને બીજી પળે મળે નિરાકાર
અજબ લીલા આકુદરતની,જેને નથી જગે આકાર
બંધન પ્રેમના મળી જાય,ત્યાં પ્રેમનાઆંસુ દેખાય
મનનીમાયા સાકાર બને ને ભાવના પુરીથઇ જાય
                             ….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.
લાગણી હૈયે ને હેત રહે, ના મનમાં રહે કોઇ દ્વેષ
મારુ તારુ તો દુર જ રહે, જેમાં ના મારે કોઇ મેખ
અવની પરના આગમનને,લાગે માનવતા અનેક
મળતીમાયા ને હેતપ્રેમ જ્યાં આવે આંસુલઇ સ્નેહ
                            ….ત્યાં આંસુ પ્રેમના આવી જાય.

=========================================