સાંઇ,અલખની દોરી


                    સાંઇ,અલખની દોરી   

તાઃ૨૨/૧૧/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇ રટણ કરુ હું, ને હૈયે શેરડી શેરડી થાય
નામ સાંઇનું સ્મરણ કરું,નેભક્તિએ જીવ પરોવાય
                                   ….ઓ સાંઇરામ ઓ સાંઇરામ
દર્શન કરવા હૈયુ તરસે, જ્યાં મળે બાબાની પ્રીત
જીવનમાં આનંદ જ મહેંકે, મને મને સાંઇની જીદ
પાવનપગલાં નિરખીબાબાના,જીવન ઉજ્વળથાય
અંતરની અભિલાષા એવી,દર્શન સાંઇના થઇજાય
                                    ….ઓ સાંઇરામ ઓ સાંઇરામ.
ભક્તિ કેરી લગની લાગી,જ્યાં બાબાનો અણસાર
રટણ સ્મરણને સ્નેહ વધ્યો,નેજીવનો થશે ઉધ્ધાર
અવનીપરની વિદાય વેળા,બાબા દેજો પ્રેમે સાથ
લાગણી હૈયે ને પ્રીતપ્રભુથી,પકડી લેજો મારોહાથ
                                     ….ઓ સાંઇરામ ઓ સાંઇરામ.
સાંજ સવારે સ્મરણ કરું,ને પ્રેમથી આરતી હું કરુ
મનમાં આનંદ સદા રહે, જ્યાં બાબાને સદેહે વંદુ
મોહ માયા ના વળગી રહે,સાચી શ્રધ્ધા મળી રહે
ભક્તિની શક્તિ નીરાળી,માંહી પડ્યા તે માણીરહે
                                     ….ઓ સાંઇરામ ઓ સાંઇરામ.

============================================

મા ની ભક્તિ


                              મા ની ભક્તિ    

તાઃ૨૨/૧૧/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ માડી તારી ભક્તિ કરતાં હૈયે ઉભરે છે હેત
        અવની પરની વ્યાધિ ભાગે મળે જ્યાં તારો મા પ્રેમ
ઓ માડી તારા ગુણલાં જીવનમાં હરપળ હું ગાઉ
        પ્રેમ તારો હેતથી મળતાં જીવનમાં સદા હુ હરખાઉ.
                                     …….ઓ માડી તારી ભક્તિ કરતાં.
નિજ આનંદમાં હૈયુ રહેતા મોહ રહે ના જગે એક
        પળપળમનમાં ભક્તિમળતાં ઉજ્વળજીવન રહે શ્વેત
રટણ કરુ હું મનથી તારું મા કૃપાથી રાખજો હેત
         ના અભિલાષા કોઇ જીવનમાં,નાજગે મને કોઇ મોહ
                                     …….ઓ માડી તારી ભક્તિ કરતાં.
મુરલી મોહનીવાગી ત્યાંતો જીવ મલક્યો જગમાંય
         આવતીવ્યાધી દુરથી ભાગી જ્યાંપડી માતારી દ્રષ્ટિ
મન મોહને વખાણી વળગે,નારહે જ્યાં માયાકે મોહ
         રાખજે માડી પ્રેમ હૈયે ને મારી ભક્તિ રાખજે નેક
                                     …….ઓ માડી તારી ભક્તિ કરતાં.

==================================================