ઓ ગૌરીનંદન


                         ઓ ગૌરીનંદન  

તાઃ૨૪/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ ગૌરીનંદન,ઓ ત્રિશુલધારી,
                   મુજ જીવનના છો પાવનકારી
નીત વંદુ તમને ઓ ગંગાધારી,
                  હું સાંજ સવારે ઓ વંદનકારી
                    ……મુજ સેવા સ્વીકારી દો મુક્તિ આધારી
સર્પધરી તમે સ્નેહ છેલીધો,
                  ભક્તોને જગે તમે મોક્ષ છે દીધો
મુક્તિ દેવા અણસાર કરો છો,
                   જગમાં સાચી ભક્તિએ વરો છો
મદમોહ મુકી હું વંદુછુ તમને,
                   મુજ જીવનને ઉજ્વળ પણ કરજો
                     ……ઓ ભોલેનાથ મારા હૈયે સદાય વસજો
મૃદંગ વાગે ને ડમરુ ડમડમે,
                  ઓ વિશ્વ આધારી હું પ્રેમે ભજુ છુ
સાચી ભક્તિ ના સમજુ હું,
                  મનથી પ્રેમે ભજન કરીને વંદુ છુ હું
ૐ નમઃશિવાય,ૐ નમઃ શિવાય,
                  સદા રટણ કરીને પ્રભુ ભજન કરુ હું
                    ……મારી સેવા સ્વીકારી જન્મ સફળ જ કરજો.

=========================================