સિધ્ધિ વિનાયક


                               ganesha

                                  સિધ્ધિ વિનાયક

તાઃ૨૬/૧૧/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ સંકટહારી ઓ વિઘ્નવિનાશક
        ઓ દીનદયાળા છો પરમ કૃપાળુ
                 નિશદીન હું વંદુ કરો પાવન જીવન
                       …….ઓ સંકટહારી લો જીવને ઉગારી
ઓ સિધ્ધિવિનાયક લો ભક્તિઅમારી
             કરુ પ્રેમે વંદન ધુપ દીપ ધરીને
જપુ તમારી હુ માળા ગજાનન
             કૃપા કરીને જીવે જ્યોત જલાવો
                      …….ઓ સંકટહારી લો જીવને ઉગારી
રીધ્ધીસીધ્ધીના તમો પરમેશ્વર
            ભક્તો પર તો તમે કરુણા કરો છો
વિધ્ન હરી તમે દયા કરો છો
            મુજ પામર જીવની ભક્તિ સુણજો
                     …….ઓ સંકટહારી લો જીવને ઉગારી
આંગણે આવી નમન કરુ છુ
          હૈયાથી તમને હું વંદન કરુ છુ
પ્રભુ હાથ પકડજો ને મુક્તિ દેજો
          માફ થતી મારી ભુલોને કરજો
                   …….ઓ સંકટહારી લો જીવને ઉગારી

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ