મહેનત,જુવાનીનો જોશ


                  મહેનત,જુવાનીનો જોશ

તાઃ૨૬/૧૧/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જુવાનીમાં જોશ જગાવી, જીંદગીની કરજે તું કમાણી
મહેનત સાચા મનથી કરજે,મળશે જીવનમાં ઉજાણી
                                     …… જુવાનીમાં જોશ જગાવી

નજર રાખજે આવતી કાલને, લગની મનથી લાગશે
મક્કમ મનનેમહેનત સાચી,જોશેઆવતીકાલ મઝાની
ઉજળી જીવનપગથી જોતાં,મનમાંશાંન્તિ પણઉભરાશે
રહેશે નહીં કોઇ આશા જગે, જ્યાં હૈયે આનંદ મહેંકાશે
                                     …… જુવાનીમાં જોશ જગાવી

ઝળહળ જીવન ઝલકશે,ને સૌનો મળશે પ્રેમજીવનમાં
અંતરનીઆશાઓ મહેંકશે,જ્યાં જુવાનીની જ્યોતજલે
સુખીસંસારની જ્યોતરહેશે,ને દુઃખનો નાકોઇ અણસાર
માનવતાની મહેંક મળતા,જીવન ઉજાશે સદામહેંકાય
                                     …… જુવાનીમાં જોશ જગાવી

______________________________________________________