માટીની મહેંક


                           માટીની મહેંક

તાઃ૨૭/૧૧/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખળખળ નીર નદીનાં વહેતા,શીતળ મનને શાંન્તિ દેતા
કુદરત તણી અપાર કૃપાથી,માનવજીવન ઉજ્વળ રહેતા
                                       …..ખળખળ નીર નદીનાં વહેતા.

ઉગમણીએ ઉષા પધારે,સુર્ય કિરણે કોમળતાનો સહવાસ
માનવી મંદગતીએ ચાલે, ને બળદથી ઘુઘરાનો અવાજ
પવનદેવની કૃપા નીરાળી, સુગંધ પ્રહરની દેતી ઉજાસ
એવી મારીમાતૃભુમીનીમાટી,જ્યાંમળે માનવતા હર દ્વાર
                                        …..ખળખળ નીર નદીનાં વહેતા.

પ્રભુભક્તિએ બારણા ખોલે,ને સંધ્યાએ થાય આરતીદીપ
માનવતાની મહેંક મળે ત્યાં,જ્યાં સદા પ્રભુ સ્મરણ થાય
જીવનીશક્તિ સદા મહેંકતી,જીવનમાં પુણ્યદાન સમજાય
એવી મારીમાતૃભુમીનીમાટી,જ્યાંમળે માનવતા હર દ્વાર
                                       …..ખળખળ નીર નદીનાં વહેતા.

કિલ્લોલ કરતાં પંખીડા આનંદે,ને કોયલ કુઉકુઉ કરી જાય
નીરખી બાળક આનંદે મલકાય,જ્યાં માનોપ્રેમ મળીજાય
મહેંક માટીની છે જગમાં નિરાળી,જ્યાંહૈયાથી વહે છે હેત
એવી મારીમાતૃભુમીનીમાટી,જ્યાંમળે માનવતા હર દ્વાર
                                       …..ખળખળ નીર નદીનાં વહેતા

स्ज्ह्देवुइओह्द्ज्द्न्क्ज्न्ज्ब्ब्व्बूण्णूऊड्ण्डाण्डाअहह्क्ज्ह्खहक्ज्हाज्हखक्धखक्धक्ज्द्