અવનીએ અપેક્ષા


                             અવનીએ અપેક્ષા

તાઃ૨૮/૧૧/૨૦૦૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારે રોટલી  જોઇએ,  મારે પાણી જોઇએ
          મારે નોકરી જોઇએ, મારે  છોકરી જોઇએ
મારે  કામ  જોઇએ, મારેનામપણ જોઇએ
          મારે માન  જોઇએ,  મારે મોટાઇ  જોઇએ
મારે ગાડી  જોઇએ,  મારે આવક  જોઇએ
         મારે ઘરજ જોઇએ, મારે ઘરવાળી જોઇએ
મારે બોયફ્રેન્ડજોઇએ,મારે ગર્લફ્રેન્ડ જોઇએ
         મારે લાલી જોઇએ, મારે લીપ્સ્ટીક જોઇએ
મારે તો દેખાવ જોઇએ, મારે લફરું જોઇએ
         મારેઆઝાદીજોઇએ,મારે નાબંધન જોઇએ
મારે નાપૅન્ટજોઇએ, મારે હાફપૅન્ટ જોઇએ
         મારે લવારી જોઇએ,મારેનાગુલામીજોઇએ
પણ મારે તો….કહુ છુ…મારે તો
            ભઇ મારે તો ભક્તિ જોઇએ
                   ને મારે પરમાત્માની કૃપા જોઇએ.
ના મારે હાય જોઇએ,કે ના જોઇએ બાય
ના મારે જોઇએ લફરુ,કે ના દેખાવીપ્રીત
ના મારે છે જગે કોઇ જીદ,મારે તો જલાસાંઇથી પ્રીત.

==========================================