નજરના તીર


                    deli-boy1         

                                     નજરના તીર

તાઃ૨૯/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

તિરછી નજર ભઇ મારી, તમે રહેજો દુર તેનાથી
જો આવ્યા એક નજરમાં,તો ના છટકી શકવાના
……..ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

નાની મારી છે કાયા,પણ નજર મારી ખુબ લાયક
એક વખત જે દીઠા, તે લાગે જન્મો જન્મથી સાથે
વણ માગતી વ્યાધી આવે ત્યારે આંખો લુછી લેતો
ને મન મુકીને હસતો,જ્યાં સામે પાગલને હું જોતો
…….ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

મનમાં માયા જ્યાં વળગી,ત્યાં ધીમે ધીમે હું ચાલુ
પગલુ ના હુ ભરતો એક ,જ્યાં ઠેલનગાડી હું બેસતો
મોટી મોટી કાયા આજગમાં જ્યાં ત્યાં હાલતી જોતો
મોટી  બડાસની વાતો ,હાલ  ક્યાંય નથી સાંભળતો
…….ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

@%@%@%@%@%@%@%@%@%@%@%@%@%@%

મારી ભક્તિપ્રીત


                                  મારી ભક્તિપ્રીત

તાઃ૨૯/૧૧/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારી શ્રધ્ધા સાચી, મને લાગે સાચી
        મારી ભક્તિ સાચી,મારી સાચી ભક્તિ પ્રીત
પ્રેમ કરુ હુ પરમાત્માને દિલથી,ના બીજી કોઇ જીદ
                                           …..મારી શ્રધ્ધા સાચી
મનથી કરું હું જલાબાપાની સેવા
          ભક્તિમાં સાથે સાંઇબાબાનું સ્મરણ કરુ છુ
માગુ ભક્તિ જે આપે જીવને ઉજ્વળ ભાવ પ્રભુથી
                                           …..મારી શ્રધ્ધા સાચી
વિરબાઇમાતા આશિશ દેતા હરખાતા
         શ્રધ્ધાપ્રેમે જીવન કર્યુ અર્પણ પ્રભુનાશરણે
ના જગની માયા કે મોહ માતાના હૈયે કદી વસ્યા
                                           …..મારી શ્રધ્ધા સાચી
જીવન જીવતા પ્રેમ મળે ને  આનંદે મન મલકાય
         અંત સદા પ્રેમાળ બનશેજ જ્યાંપ્રભુ ભજાય
અલખની અટારીએથી સૃષ્ટિના  સર્જનહાર હરખાય
                                           …..મારી શ્રધ્ધા સાચી

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@