પ્રેમની કેડી


                          પ્રેમની કેડી

 ૧૬/૫/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાનાને વાંસળી,જલાને લાકડી
                             ત્રિશુલે શોભે  ભોલેનાથ
પ્રેમથી પોકારતી,ભક્તને શોભાવતી
                           ત્રણે લોકમાં ભક્તિ અપાર
ઓ જગત આધારી,ઓ સંકટહારી
                           તારી પ્રેમની કેડી અજાણ

રાધાના સંગમાં પ્રેમના બંધનમાં
                          રાસ રમાડી માયા જગાડી
દીધો જગમાં ભક્તિનો અણસાર
                           તેં દીધો ભક્તિનો રણકાર

રામશ્યામની ભક્તિ કીધી
                         જગ સંસારે લપટાઇ સીધી
મુક્તિ તણા દર્શાવ્યા દ્વાર
                        જલા તારી ભક્તિછે પુંજાય

સકળ જગતની સૃષ્ટિ હરતા
                        ઓ ભોલેનાથ પ્રેમના ભંડાર
પ્રેમ ભક્તિનો દીઠો જ્યાં છે
                         મુક્તિ જીવને મળી ત્યાં છે

ઓ વિષધારી,ઓ ડમરુધારી
                      ઓ કૃષ્ણમુરારી,ઓમુરલીધારી
ઓ જગતવિહારી,હો અંતરયામી
                       દો મુક્તિ જીવને બની દયાળુ

——————————————————-

શ્વેત નગરીની ગાથા


                                 શ્વેત નગરીની ગાથા

૧૪/૫/૮૩  આણંદ                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગાતા અમે ગાથા, જીવનમા શ્વેત નગરીની
આનંદ આનંદ થાતા,આણંદ જેવી નગરીમાં……ગાતા અમે ગાથા.

સુરજ ઉગે સાંજ પડે, હળી મળી સૌ સાથ રહે
ઉગમણે છે અમુલડેરી,આથમણે વિધ્યાનગરી
ઉત્તરે છે મા ખોડીયાર, દક્ષિણે છે ખેતીવાડી……ગાતા અમે ગાથા.

વ્હેરાઇમાતા અંબેમાતા, વાડીમાં હનુમાનદાદા
ઘોયાને શીખોડ તલાવડી,સ્વર્ગ પોપટીતલાવડી
કૈલાસભુમીની સામે બીરાજે  ચામુંડા મૈયા…… ગાતા અમે ગાથા.

ગામડીવડની છાયા,  લોટેશ્વરના દર્શન કીધા   
બળીયાબાપજીની કૃપા.સરદારગંજની છેસહાય
જાગનાથની સામી બાજુ નેશનલડેરીને લાવ્યા…ગાતા અમે ગાથા.

મોટુઅડધને નાનું અડધ, ઉંડીશેરીને પંડ્યા પોળ
જોશીટેકરો કુંભારવાડો ચોપાટોને કોટવાળોદરવાજો
આઝાદ મેદાનની પાસે  બીરાજે શ્રીજી મહારાજ….ગાતા અમે ગાથા.

સ્ટેશનરોડને ટાવરબજાર ચોકસીબજારને મઠીયાચોરો
પરીખભુવનને અમીનામંઝીલ પોલીસસ્ટેશનને રેલ્વેગોદી,
બાપુગાંધી ખડે પગે છે આણંદ સ્ટેશન ઘણું પુરાણું….ગાતા અમે ગાથા.

ડીએન અને શારદા હાઇસ્કુલ,પાયોનીયર પણ પાસે
એંજલ સ્કુલ ને કેન્દ્રીયશાળા, પાધરમાં સેંટઝેવીયર
બાલમંદીરને કન્યાશાળા બાલશાળાને કિશોરઆશ્રમ…..ગાતા અમે ગાથા.

ધન્યધન્ય ત્રિભુવનકાકાને શ્વેતનગરીના સ્થાપક બન્યા
વેરાઇ કાકાની દોરવણી ને ચીમન રાજાની રાહબરી
બાગીની બુનીયાદ નિરાલી ઉચ્ચકોટીની સમજવણાઇ ….ગાતા અમે ગાથા.

નગરપાલિકા નાક સમીછે, ગુજરાતની એશાખ બની
છે સીપીઆર્ટસને એફએચઆર્ટસ સાથે રામકૃષ્ણસેવામંડળ
ટાઉનહોલ તો નીતનિરાલો,મનોરંજન લાવે છે ન્યારો….ગાતા અમે ગાથા.

===============================================

    ઉપરોક્ત ગીત મારા પરમમિત્ર અને ફીલ્મ બાલકૃષ્ણ લીલા ના નિર્માતા
આણંદના શ્રી રજનીભાઇ પેંન્ટરની પ્રેરણાથી શ્વેતનગરી આણંદ પર બનતી
ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટે લખેલ હતુ…………પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

રામરટણ


                                  રામરટણ
 
                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં  સ્મરણ રામ રામનું,ને જીભે  છે જલારામ
રાખી  શ્રધ્ધા રામ નામમાં, ને  ભજુ  હું જલારામ
                                                    ભઇ ભજુ હું જલારામ
હાથમાં માળા ફરતી જાય, ને કર્મના બદલે તાર
અલખના થાતા અજવાળા,ને ધર્મના ખુલતા દ્વાર
                                                  ભઇ ધર્મના ખુલતા દ્વાર
મક્કમ મનમાં લાગણી જાગે,ને પ્રભુથી મળતી પ્રીત
માગતા હૈયે આનંદ લાગે, ને જ્યોત જલાથી થાતી
                                                  ભઇ જ્યોત જલાથી થાતી
તરસે આંખો દર્શન  કાજે,ને હૈયાથી વરસી રહે  હેત
પ્રદીપને માયા જલા સ્મરણથી,ને લાગે મનમાં પ્રેમ
                                                   ભઇ  લાગે મનમાં પ્રેમ
જન્મ મળ્યો આ જગમાં જ્યારે,સૃષ્ટિ તણા  સથવારે
કર્મ તણા હું તાંતણે  લાગ્યો,મુક્તિ પામવા કાજે
                                                   ભઇ મુક્તિ પામવા કાજે
જલારામના નામ સ્મરણથી, રામના ચરણે લાગું
જગમાં સાચા સંત સંસારી,પગલે જલાસાંઇને લાગું
                                                ભઇ પગલે જલાસાંઇને લાગું.

#####################################

પુષ્પ


                                 પુષ્પ

૨૨/૪/૨૦૦૮                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુલાબ, મોગરો કે ચંપો, હજારી,પારીજાત કે બારમાસી
કેસુડાનાફુલકે સુર્યમુખીનાફુલ,સુગંધપામીથાયહૈયા ડુલ

પુષ્પ ગુચ્છ અર્પણ છેતેને, લાયકાત જગે મેળવી જેણે
પરમાત્માનો   લેવા  પ્રેમ, ભક્તો પુષ્પો  લાવે છે  અનેક

જીવનસંગીની  બની પ્રદીપની, પુષ્પહાર પહેરાવી રમા
સાહિત્યકારોના કીધા સન્માન, દીધા તેમને ફુલોના હાર

હાથે બાંધી ફુલડાના હાર,  મુજરો માણતા દીઠા જુવાન
સુગંધ સાથે પ્રેમ વધે, ને  મુરઝાતા દીલડા તુટે અજાણ

નેતાને વ્હાલા ફુલોના હાર,  ના  જુએ એ દુશ્મનના વાર
રાજીવ ગાંધીનુ અકાળ મૃત્યું, ગળે હારનંખાવતા મેળવ્યુ

મોહ મેળવવા હાર ધરાતા, ને મુક્તિ દેવા પુષ્પ રખાતા
મૃત શરીરની પુષ્પપથારી,સુગંધ સાથે અહીં ભરીદેવાતી

કેવી કુદરતની અગણીત કૃપા, પામી પુષ્પ સૌ હરખાતા
મલે  પ્રેમથી પુષ્પ  એક, ના હારની કોઇ  જરુર જણાતી

સુગંધ પુષ્પની ક્ષણની સાથે,  હૈયે હેત રહે જગની સાથે
પ્રેમકરજો મેળવજોદીલથી,રહેજો દુર પુષ્પ પાંદડીઓથી.

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ૬૬