આવે ભક્તિ અને પ્રેમ


                            આવે ભક્તિ અને પ્રેમ

તાઃ૧૪/૧/૨૦૦૯                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજ મારે આંગણે મેં આવતા દીઠા ભક્તિ અને પ્રેમ
જીવનની ઉજ્વળ જ્યોત જલાવતા દીઠા ભક્તિ પ્રેમ
                                               …..આજ મારે આંગણે મેં
તુલસીજીની મહેંકપ્રસરી આંગણેને લીલીપાનની કોર
પંખીના કલરવમાં મે માણ્યા ઉજ્વળ જીવનના વ્હેણ
                                               …..આજ મારે આંગણે મેં
આગમન સુર્યોદયનો થતાં માણી મેં જીવનમાં જ્યોત
પ્રકાશ કેરી પગદંડીએ મેળવી લીધો જલાસાંઇનો પ્રેમ
                                               …..આજ મારે આંગણે મેં
દ્વાર મુક્તિના ખોલવા કાજે રમારવિ સંગ ભોલે ભજુ હું
માંગુ પ્રેમે મુક્તિ દેજો આવજો પ્રેમે અંતે જીવને લેજો
                                               …..આજ મારે આંગણે મેં
આવે ભક્તિ પ્રેમેલાવે જીવને મળેલ દેહને દેવા શુધ્ધિ
પામવા પ્રેમ જગતમાં જીવ તરસે જે મળે મનેફરીફરી
                                               …..આજ મારે આંગણે મેં

++++++++++++++++++++++++++++++++++++++++++++