મહાત્મા ગાંધી


                               મહાત્મા ગાંધી

તાઃ૧૯/૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતની એ શાન છે મને અભિમાન છે
      જગમાં જેનુ માન છે એ મહાત્માગાંધી નામ છે.
મુક્તિ દેવા દેશને અર્પણ કરેલ જાન છે
       માનવ મનથી મહેંકાવી સત્યમેવની શાન છે
                                             ……જગમાં જેનુ માન છે એ
હિંસા એ અપમાન છે અહિંસા એ જાન છે
       અંગ્રેજોને દુર કર્યા દેશપ્રેમી નુ એ કામ છે
હાથમાં મેળવી હાથને સાથે રાખી પ્રેમને
       આઝાદીની લગન રાખી મુક્તિ દેશને દાન છે
                                                ……જગમાં જેનુ માન છે એ
સ્વપ્ન આઝાદીદેશની મુક્તિ એમની માગ
       જાન દીધા દેશ કાજે એ જ મને અભિમાન છે
મહાત્મા મહાત્મા એ દેશમાં ગુંજતુ નામ છે
        બા કસ્તુરબાના ભરથાર બન્યા દેશનુ માન છે
                                                  ……જગમાં જેનુ માન છે એ
વંદન કરે એ નામને ભારતદેશને અમર કરે
        પ્રદીપને અભિમાનછે એ મહાત્મા ગાંધી નામ છે
ભારત એજ કર્મભુમી ને જીવનનુ બલીદાન છે
        સાર્થક જન્મ બનીજશે દેશ માટે જે કાંઇક કરી જશે
                                                   ……જગમાં જેનુ માન છે એ

##################################################