ક્યારે મળે?


                         ક્યારે મળે?

તાઃ૩૧/૩/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ,જીવન ને સંગાથ,જગતમાં જન્મ મળે મળી જાય
સગપણનો રહે સંગાથ સદા,પણ પ્રેમ માનો ક્યારે મળે?
                                                    ……..જીવ,જીવન ને સંગાથ.
આગમન ને વિદાયની વેળા,માનવ મનથી છે સમજાય
કેટલી,ક્યારે,કોની માયામળે,જગતમાં કોઇથીના કહેવાય
મનમુકીને અહીં માણી લેતા,જગજીવન પણ મહેંકી જાય
ના અણસાર જગતમાં જીવને રહે,અંત જીવને ક્યારેમળે?
                                                     ……..જીવ,જીવન ને સંગાથ.
સૃષ્ટિનો સહવાસ મળે જ્યાં,ભક્તિપ્રેમ જીવને મળી જાય
એવી કરુણા પામી લીધી,જોઇ જગતના જીવોછે લબદાય
સર્જનહારની અકળલીલા છે,જે જીવોને શાંન્તિદે પળવાર
મહેક ને પ્રેમ મળે ભક્તિનો,પરમાત્માની કૃપા ક્યારેમળે?
                                                     ……..જીવ,જીવન ને સંગાથ.

………જય રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ……..…..

બટાકાની કાતરી


                           બટાકાની કાતરી

તાઃ૨૯/૩/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

બટાકાની ભઇ કાતરી ઉત્ત્મ છે કહેવાય
         ઉપવાસના પવિત્રદીને જ તે છે ખવાય
                                        ………બટાકાની ભઇ કાતરી.
માગણી ઉપવાસના દીને,જીવનમાં શાંન્તિ થાય
આધી વ્યાધી નાઆવે ઉપાધી,દુરજ ભાગી જાય
ભોજનને મુકી છાપરે,પ્રભુથી મનથી માગે મહેર
પામર જીવન પાવન થાય,ને ભાગે મનનાવ્હેમ
                                         ………બટાકાની ભઇ કાતરી.
દેહના છોડવા દર્દને,ભઇ સાચીસમજ જ્યાં થાય
ઉપવાસ અઠવાડિયે એક થતાં પેટને રાહતથાય
કાતરીખાતા પેટને કંઇકમળીજાય નાભારેકહેવાય
સેહદ સાચવી જીવન જીવતાં,શરીર સુડોળ થાય
                                          ………બટાકાની ભઇ કાતરી.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ઉંમરની અદેખાઇ


                     ઉંમરની અદેખાઇ

 તાઃ૨૯/૩/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડગલુ માંડુ એક ત્યાં, મળે ના માતાનુ હેત
માંડવા એક ડગલુ મારે,લેવી લાકડીની ટેક
                                    ……..ડગલુ માંડુ એક ત્યાં.
કુદરત કેરી કમાલમાં, જ્યાં ઉંમર હોય એક
મળે હેત ને મળે પ્રેમ, ડગલું માંડતા અનેક
બાળપણનીબહુ બલીહારી,નામાગેમળી જાય
નાનીનાની પગલી નિરખી,ઘરનાસૌહરખાય
                                       ……..ડગલુ માંડુ એક ત્યાં.
એક,વીસ,પચાસવટાવતા,આવે લાકડી હાથે
દેખેત્યાંથી દુરજવાને તરસે,શબ્દો મળેઅનેક
માગણી મારે કમને કરવી, ના મળે કોઇ હેત
સૃષ્ટિ કેવીપ્રભુની,એકનેએંશીનીઉંમરમાંછેભેદ
                                         ……..ડગલુ માંડુ એક ત્યાં.
બચપણ હુ મલકાતો,જ્યાંમળે મોટાનાઆશિશ
સાચા દીલથી મળી જાય,ત્યાં કૃપા મળેઅનેક
ઉંમરને ઓવારે આવતાં,પગે લાગી માગે હેત
હાથ મુકી માથે સૌના,વિનંતી કરતોરામને છેક
                                          ……..ડગલુ માંડુ એક ત્યાં.
ઉંમર જ્યાંવળગે શરીરને,આધાર રાખવાઅનેક
બાળપણમાં વળગી રહે, ને એંશીએ ભાગે છેક
અદેખાઇ મનેમનથી આવે,કેમ ઉંમરમાં આભેદ
રામનામની લગની હવે,છુટીજાય આ જન્મેદેહ
                                         ……..ડગલુ માંડુ એક ત્યાં.

 

++++++++++++++++++++++++++++++++++++++++

સંસ્કાર


                              સંસ્કાર

તાઃ૨૮/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માન જગતમાં નારહે અપમાનને કોઇ આરો
સાદુસાત્વિક ભક્તિજીવન જગતમાંએ સાચો પારો
                                             …….મળે માન જગતમાં ના.
કોણ કોનુ ને કોણ મારુ એ તો  છે પકડ જગતની
મોહ માયા ને લાગણી બની રહીએ કડી મગજની
વરસે વર્ષા પ્રેમની સાચી ના લાલચની કોઇ રીત
માણે માનવ જીવન સાચુ જ્યાં ભક્તિથી છે પ્રીત
                                             …….મળે માન જગતમાં ના.
ભક્તિ પ્રેમમાં ના ઉત્તર  કે ના દિશા કોઇ દક્ષીણ
પુર્વ પશ્ચીમ બનીજાય એ જ્યાં નમે તમારુ શીશ
સુરજદેવનુ આગમન મણાવે ઉજ્વળ માનવમન
નારહે અભિલાષા કે આશા રહેએ સંસ્કારની અંદર
                                             …….મળે માન જગતમાં ના.

=======================================

જીવનનો અંત


                               જીવનનો અંત

તાઃ૨૭/૩/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામદામને ભુલી માનવી,જ્યાં રામનામમાં લબદાય
ઉજ્વળ માનવજીવનથાય ને મનને શાંન્તિમળીજાય
                                               ……કામદામને ભુલી માનવી.
સમજણ શક્તિને પારખીલઇ ભક્તિસાગરમાં જે ન્હાય
પ્રભુ કૃપાની વરસે વર્ષા,ને જીવ પણ શાંન્તિએ લ્હાય
બારણું ખોલતાં ભક્તિનુ,જગમાંસુખ સંમૃધ્ધિ મળીજાય
                                               ……કામદામને ભુલી માનવી.
માળા હાથમાં મળી જતાં,જીવ ચઢે ભક્તિના સોપાન
છુટે વળગેલ માયા ધીમેધીમે,જે જગને મળે હર દ્વાર
પાવક જ્વાળા લાગે જીવને, ત્યાં જગત ભુલાઇ જાય
                                              ……કામદામને ભુલી માનવી.
અવની પર આગમન થતાં જ,મળે પવિત્ર પ્રેમ જગે
નામાયા નામોહ વળગીરહે,સાચા મળે જીવનમાં સંત
મુક્તિ જીવને મળીજ જશે, જ્યાં આવે જીવનનો અંત
                                               ……કામદામને ભુલી માનવી.

+=========================================

સાચી સમજણ


                     સાચી સમજણ

તાઃ૨૬/૩/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબાની સાચી માયા શેરડી જવાથી થઇ
જલાબાપાની ભક્તિમને વિરપુરથી મળી ગઇ
                                           ……સાંઇબાબાની સાચી.
માળાદીઠી માબાપનેહાથે જ્યાં આવી સમજણ
સાંજસવારે પ્રભુ ભજે ને,ઉજ્વળ જીવે પળપળ
ના અભિમાનનો અણસાર ગામમાં પુછે હરજણ
માને મનથી દોર દીધેલો સન્માને સાચા સ્નેહે
                                            ……સાંઇબાબાની સાચી.
ભણતર ભક્તિ સંગે રાખતાં આનંદ હૈયે થાય
બન્યાસંસ્કારીસંતાન,કૃપાએમળ્યાપ્રેમીસંતાન
કળીયુગની નાલહેર અડે,રહે સંતોના વરદાન
પ્રભુ ભક્તનાસંબંધો,જેમરહ્યા પિતાપુત્રનોપ્રેમ
                                           ……સાંઇબાબાની સાચી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

મળી ગઇ


                               મળી ગઇ                             

તાઃ૨૫/૩/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આણંદથી નડીયાદ જવા ભઇ લોકલ મળી ગઇ
ઉતરસંડાથીઆણંદ આવવા મને બસ મળી ગઇ
                                        …….આણંદથી નડીયાદ જવા.
નાનો હતો હું જ્યારે, માબાપની પ્રીત મળી ગઇ
ઉજ્વળ જીવન કરવા,ભણતરનીસીડી મળી ગઇ
લાગીલગની જીવનની,ત્યાં સાચીકેડી મળી ગઇ
ભણીગણી તૈયાર થયો,ત્યાં મને ડીગ્રીમળી ગઇ
                                        …….આણંદથી નડીયાદ જવા.
સંસારની જ્યાં પકડી કેડી,ત્યાં પત્ની આવી ગઇ
મળી સમાજનીમહેંક મને,ત્યાંસામાજીકસેવા થઇ
આંગળીપકડી ચાલતાં સંતાને,બાળકથીપ્રીતથઇ
સંસ્કારને રાખ્યા હૈયે,ત્યાં ભક્તિનીકેડી મળીગઇ
                                        …….આણંદથી નડીયાદ જવા.
મા સરસ્વતીની કૃપા થતાં,મને કલમ મળી ગઇ
હ્યુસ્ટનમાં વિજયભાઇથી,સાહિત્યસરીતા મળીગઇ
પ્રેમનીપાવક જ્વાળામાં,ભક્તિની પ્રીત મળી ગઇ
જલાસાંઇની ભક્તિ કરતાં,જીવને શાંન્તિમળી ગઇ
                                          …….આણંદથી નડીયાદ જવા.

@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@#@