અંતરમાં ઉમંગ


            અંતરમાં ઉમંગ
                      
તાઃ૧૩/૨/૨૦૦૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં આનંદ ઉભરાતો,
       સફળ માનવ જન્મ થઇ જાતો
અનંત મોહથી દુર થઇ જાતો,
          પાવન પ્રભુની કૃપામાં ખોવાતો.
               .....અંતરમાં આનંદ ઉભરાતો.
સાચા સંતના શરણે હું જાતો,
       જન્મોના બંધનથી મુક્ત હુ થાતો
પામી કૃપા અવનીએ હરખાતો,
          ના મોહ જગતનો રહી જાતો
વંદન કરતાં માયા અહીં છુટે,
ઉજ્વળ જીવન પામી જગતના દુખો છે તુટે.
                .....અંતરમાં આનંદ ઉભરાતો.
પ્રેમ ભાવના મેળવી હું રહેતો,
      માનવી મનથી ના કદી ભરમાતો
આવે આંગણે સંત હું મલકાતો,
          પાવન ઉજ્વળ જન્મ થવાનો
મળેલ કૃપામાં સદા હરખાતો
મોહ માયાના બંધનમાં ના કદી ભટકાતો.
                .....અંતરમાં આનંદ ઉભરાતો.

++++++++++++++++++++++++++++++++++++++++++