લાગણી કેટલી


                              લાગણી કેટલી

તાઃ૨૫/૩/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના દુરબીનથી દેખાય, ના ફુટપટ્ટીથી મપાય
ના કાતરથી કપાય, કે ના કૉઢીથી તોડાય
જગમાં લાગણી એવી ,જે કોઇથીના જોવાય
                                      ……… ના દુરબીનથી દેખાય.
વાતવાતમાં વકરી જાવતો,લાગણી ભાગીજાય
દુર ઉભી રહી જોઇ રહે, તોય તમને ના દેખાય
મીઠી મહેંક ન આવે,કે ના લહેરને અનુભવાય
એતો આવે આંગણે ભઇ,જ્યાં હૈય હેત ઉભરાય
                                     ……… ના દુરબીનથી દેખાય.
કામનામને એના જુએ,ને નાલે કોઇ અભિમાન
મળી જાયએ માબાપથી,મળે ભાઇભાંડુંથી માન
દામદમડીને ના ઓળખે, હ્રદયમાં એ રહી જાય
નાપારો કેઉંચાઇમપાય,જગમાં દુર્લભતે કહેવાય
                                      ……… ના દુરબીનથી દેખાય.
મનનીમાયાને તનનામોહ,નામળે દેખાય જ્યાંલોભ
સત્ય સાત્વિક,સ્નેહનેસહવાસ,ઉજ્વળતામાં નાક્ષોભ
આવી આંગણે મળી રહે, લાગણી ભઇ મળે અનેક
મારુતારુ,આપણુ અટકી, મળીજાય લાગણીનીમહેર
                                        ……… ના દુરબીનથી દેખાય.

===========================================

પંખીની પાંખ


                    પંખીની પાંખ

તાઃ૨૩/૩/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાગડો,કોયલ ને કાબર, જગની રાખે છે ખબર
સુખદુઃખમાં સંગાથદઇ,આપે પ્રેમજગની અંદર
                                      …….કાગડો,કોયલ ને કાબર.
પાંખ દીધી છે પરમાત્માએ, ઉડી ફરે જગતમાંય
કાગડો દોડે કાગવાસે,જ્યાં મૃત્યુએ માનવી ન્હાય
ટહુકો કોયલ જ્યાં કરે પ્રેમથી,વસંતે જગ હરખાય
કુદરતનીઆ અજબલીલા,જગે પ્રાણીપશુ મલકાય
                                        …….કાગડો,કોયલ ને કાબર.
માનવદેહ મળે જગમાં ,કૃપા પ્રભુની જ કહેવાય
ના હાથપગ કેઆંખ દેહે,માનવીસહાયે જીવીજાય
કુદરતની કારીગરી પાંખવીના પંખીથીના જીવાય
નાઆરો કે ઓવારો જગમાં મૃત્યુને જ મળીજવાય
                                           …….કાગડો,કોયલ ને કાબર.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

तेरी धमाल


                          तेरी धमाल  
  
ताः२२/३/२००९                   प्रदीप ब्रह्मभट्ट 

कैसी तुने की धमाल जीससे हो गइ ये कमाल
तुमको मीलगया सबका प्यार,वो होगये तेरेयार
                                         ……..कैसी तुने की धमाल
अब तक तेरे यार नहीं थे, वो दुश्मन थे हरबार
आते जाते हर राहो पे,  वो चलते थे सब चाल
तेरे  मुश्कील हो जाते थे,वो प्यार भरे सब काम
मंझील तुझको नहीं मीलती, ना होते पुरे काम
                                            ……..कैसी तुने की धमाल
आजकादिन है बडानिराला, पहेंचान गये सबलोग
आखिर पायी मंझीलतुने,श्रध्धा प्रेम लगनकाजोग
चार मिले चंडाल तो, जीवन बन जाये बीन मोह
मीलजाये जब सथवार प्रभुका, तोडदे सबके द्रोह
                                             ……..कैसी तुने की धमाल

॰#ऽ%॰#ऽ%॰ऽ#ऽ%॰#%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ%॰#ऽ#

પાનખર


                               પાનખર

તાઃ૨૨/૩/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક લહેર મોસમની આવે,ને પહેલી ચાલી જાય
ના માનવમનથી સમજાય,કેવુ કુદરત દઇ જાય
                                ……એક લહેર મોસમની આવે.
ફુલ ખીલેને સુગંધ મળે,ત્યાંજીવન પણ મહેંકાય
નવા પાનને લાવવા માટે,પાનખર આવી જાય
કળી કળીને શોધતા ભઈ,ત્યાં ફુલ મુરઝાઇ જાય
કળા પ્રભુની જગતજીવપર,હર મોસમે બદલાય
                                 ……એક લહેર મોસમની આવે.
રહેમમળે ને વહેમજાય,જ્યાં પ્રભુપ્રીત મળીજાય
મારુતારુ પણ મટી જાય,ને સાચોસ્નેહઆવીજાય
પડેલ પાદડાં ધોવાઇ જાય,ને માંજર દેખાઇજાય
પ્રભાત પહોરે કળીયો જોતા,મન આનંદીત થાય
                                    ……એક લહેર મોસમની આવે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

શાણપણ એટલે…


                        શાણપણ એટલે…
 
તાઃ૨૧/૩/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાણપણ એટલે
            સમયની સાથે ચાલો
            બાળપણમાં ભણી લો
            જુવાનીમા કમાઇ લો
       પ્રભાતે પરમાત્માને ભજી લો
                     મળેલ મહેનતથી જીવી લો
                     આશાને વિદાય દઇ દો
                     મોહ માયાને ત્યજી દો
                     અભિમાનને છોડી દો
           મેળવેલ જ્ઞાનને પચાવી લો
           સહવાસને પારખી લો
           સંતાનની ઉંમરને પારખી લો
           ડગલુ ભરતાં પહેલા વિચારી લો
                      પ્રેમ અને વ્યવહારને સંભાળી લો
                      મારું અને આપણુ બરાબર સમજી લો
                      ચાલ અને ચાહતને ઓળખી લો
                      અતિ અને અભિમાનને ત્યજી દો
મુંઝવણ અને મન પ્રભુ કૃપાથી જ ઉકેલાય છે તે જાણી લો.

——–________——–_______——–________——–______

સાળંગપુરના હનુમાન


                           સાળંગપુરના હનુમાન

તાઃ૨૧/૩/૨૦૦૯        શનીવાર            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાળંગપુરથી  કૃપા થઇ,  ત્યાં  બિમારી  ભાગી ગઇ
શક્તિદાતા પવનપુત્રની, શનીવારે જ્યાં પુંજાથઇ
                                             ……..સાળંગપુરથી કૃપા થઇ.
પ્રેમ ભાવથી દીવો કીધો,ને દ્રઢ નિર્ણય કરી લીધો
કૃપાપામવા અંજનીપુત્રની,મનથી ભક્તિ શરુકીધી
                                              ……..સાળંગપુરથી કૃપા થઇ.
સિંદુર,તેલથી પુંજન કરી,મેં પ્રેમે તેલનોદીવોદીધો
પરમકૃપાળુ,ભક્તિઆધારીનુ,શરણુ મેં માગી લીધુ
                                              ……..સાળંગપુરથી કૃપા થઇ.
સુખ કર્તા,દુઃખ હર્તા,પ્રભુ રામના પણ છે એ વ્હાલા
માતા સીતાની પામી કૃપા, ભક્તિ ગંગામાં ન્હાતા
                                              ……..સાળંગપુરથી કૃપા થઇ.
ભુત પ્રેત જગમાં ભગાડી,ભક્તિંમાં દેતા એ સાથ
આવશે આજે આંગણેમારે,શનીવારનો છેસહવાસ
                                             ……..સાળંગપુરથી કૃપા થઇ.
ભાગે ભુત ને ભુવો ભાગે, જ્યાં ગદા દેખાઇ જાય
કેસરીનંદનની દયા મળે,જે ભક્તિ જગમાં ન્હાય
                                             ……..સાળંગપુરથી કૃપા થઇ.
નમોહનુમંતે નમોહનુમંતે,કહેતાઆનંદ મનેથાય
ભક્તિમાં જેમળે આ દેહે,જગમાં તે ના કમાવાય
                                             ……..સાળંગપુરથી કૃપા થઇ.
હનુમાનદાદાકે પવનપુત્ર,અંજનીપુત્રકે શનીશ્વરદેવ
જગમાં દીધા નામઅનેક,પણ ભક્તિમાંશક્તિછેએક
                                            ……..સાળંગપુરથી કૃપા થઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++

દયાળુ


                        દયાળુ

 તાઃ૨૦/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળે ભઇ શાંન્તિ,જીવનમાં આવે ઉજાસ
કરુણા સાગર છે દયાળુ,મુક્તિના ખોલે એ દ્વાર
                               ……..મનને મળે ભઇ શાંન્તિ.
ભજન ભક્તિનો સાથ, લાવશે જીવનમાં હાશ
મળશે જન્મને શાન, ન માગેલુ મળશે માન
સિધ્ધિના સોપાન ચઢતાં, રિધ્ધિ ખોલશે દ્વાર
જન્મ પામર મટી  જશે, થશે  સફળ અવતાર
                                  …….મનને મળે ભઇ શાંન્તિ.
સાંભળીસંતની વાણી,જીવનમાંઆણી ઉજાસ
મળી જશે જીવને શાંન્તિ,રહેશેનહીંકોઇક્રાન્તિ
મહેંકમાનવતાની મળશે,દયાળુજ્યાંદયાદેશે
નામાગણી નાઅભિલાષા,થશેપુરી સૌ આશા
                                   …….મનને મળે ભઇ શાંન્તિ.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+