ઉંમરના આરે


                      ઉંમરનાઆરે

.તાઃ૮/૪/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમરનો આવે જ્યાં આરો, ત્યાં માયા છુટી જાય
અણસાર મળે અંતિમનો, પ્રભુ ભજન થઇ થાય
                                       ……….. ઉંમરનો આવે જ્યાં.
મળેલી માયાને જાણી લેતા,સ્વજનો છે હરખાય
પ્રેમભાવના વહેંચતા, કુટુંબે આનંદઅનંત થાય
એક બે ડગલા ચાલતા, જ્યાં લાકડી ચાલે સંગે
મનથી માની લેજો ત્યાં, છોડજો દુનિયાના રંગ
                                      ……….. ઉંમરનો આવે જ્યાં.
ઉમળકો નેવળી ઉત્સાહ હવે,દુરથી દેખે આદેહને
આવીસંગે માણી રહ્યાતા,પગથીયા સુખદુખે રહે
વાણી વર્તન સંગે ચાલે, મનમાં મક્કમતા હતી
આવી ઉભા ઉંમરનાઆરે સહારાનીમળી છે સૃષ્ટિ
                                     ……….. ઉંમરનો આવે જ્યાં.

+++++++++++++++++++++++++++++++++++++=