લાકડીનો ટેકો


                          લાકડીનો ટેકો

 તાઃ૧૧/૪/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવે જ્યાં લાકડીનો ટેકો, ના મારશો કોઇ ઠેકડો
હાથ હાલતા બંધ થશે,ને પગની વાતના કરશો
                                     ……..આવે જ્યાં લાકડીનો ટેકો.
ચાલજો ડગકુ એક,ને વિચાર કરજો ચાલતા બીજુ
ગયો ટેકો જો લાકડીનો,ત્યાં જોશો નહીં કાંઇ લીલુ
મનમાં રાખીને હેત,આપજોરાખી લાકડી હાથેએક
છુટશે જો લાકડી હાથથી,તો બગડશે ચાલ અનેક
                                      ……..આવે જ્યાં લાકડીનો ટેકો.
તાલચાલનો ખ્યાલ રાખજો,સંતાનથી ના કહેવાય
મતી ગતીની સમજી ચાલતા,માન બધે મળીજાય
સ્નેહ પ્રેમને રાખજો બાંધી,છુટે જીવ બધે લબદાય
આરો કે ઓવારો શોધતા,ભઇ કિનારો દુર થઇજાય
                                       ……..આવે જ્યાં લાકડીનો ટેકો.

())))))(((((((()))))))))(((((((()))))))))(((((((())))))))(((((()))))))

લાગી માયા


                            લાગી માયા

 તાઃ૧૧/૪૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા મમતાના બંધનમાં,વણાઇ ગયો છે સંસાર
ના છુટે આ સગપણ જીવથી,જન્મ મળે જગમાંય
                                          ……..માયા મમતાના બંધન.
દેહ મળે જ્યાં અવનીએ,ત્યાં માતાપિતા  હરખાય
ચાલે ડગલું એક ત્યાં,ભાર અવનીએ એક લદાય
મળે પ્રેમ સગાસંબંધીઓનો,ને આનંદ મળી જાય
પાણી માગતા દુધમળે,ત્યાં માયા સંસારી કહેવાય
                                          ……..માયા મમતાના બંધન.
પ્રેરણા જગમાં જ્યાંત્યાં મળતી,ના શોધી શોધાય
સોપાન જગમાં સમજી ચાલતા,મનડુ છે હરખાય
સંસારની સાંકળ છે ઝાઝી,ના છુટે જગે પળમાંય
વણાય જગતમાં ભક્તિજીવે,માયા પ્રભુની કહેવાય
                                           ……..માયા મમતાના બંધન.

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ