પુનમનો ચાંદ


                      પુનમનો ચાંદ

તાઃ૧૫/૪/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવન ને શીતળ વાયરો
                            પ્રભુ કૃપાએ મળી જાય
માનવ જીવનમાં ઉજાસ દેવા
                              પ્રભુ કૃપા આવી જાય.
                               ……શીતળ પવન ને શીતળ.
ચાંદાની શીતળતાને માણીએ
              ને સુરજના કિરણ તપવી જાય
કેવી અજબ લીલા કુદરતની
              દીવસ અને રાત વરતાઇ જાય.
                                ……શીતળ પવન ને શીતળ.
માનવ જીવે અહેસાસ મળે
              ને શીતળતાની કૃપા મળી જાય
મહેનત સાચા મનથી કરતાં
              તપનથી સદા જીવન છે મહેંકાય.
                               …….શીતળ પવન ને શીતળ.

=========================================