આવજો વ્હેલા


                             આવજો વ્હેલા

 તાઃ૧૬/૪/૨૦૦૯    (ગુરુવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવજો વ્હેલા બાપા દ્વારે, રાહ જોઉ હુ સૌની હારે
લેજો પ્રેમ અમારો દીલથી,
                        વીરબાઇ માતાને લાવજો પ્રેમથી
                                              ……આવજો વ્હેલા બાપા.
જન્મમળ્યો આ અવનીએ,ભક્તિ મળી ગઇ સાથે
માતા પિતાની કૃપા થતાં, લગની તમથી લાગી
દેજો પ્રેમ ને રાખજોપ્રેમ,માગણી મનથી અમારી
                                             ……આવજો વ્હેલા બાપા.
અવની પરના આગમનમાં,જીવ ગયો છે મુઝાઇ
ના આરો કે ઓવારો,નેમળ્યો મોહમાયાનો લ્હારો
મુક્તિજીવની માગણીતમથી,દેજો મનથી સહારો
                                              ……આવજો વ્હેલા બાપા.
પળપળના આ સહવાસમાં,મતી પકડજો અમારી
રાખજો હૈયે હામ પ્રભુથી,ને ઉજ્વળ કરજો જીવન
સગાસંબંધી જ્યાંસ્નેહ ભરીદે,રાખજો પ્રેમને પકડી
                                             ……આવજો વ્હેલા બાપા.

૩#########################################૩