જુવાનીનુ જોશ


                        જુવાનીનુ જોશ  

તાઃ૧૭/૪/૨૦૦૯                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જુવાનીમાં જોશ જગાવી,જીંદગીની તુ કરજે કમાણી
મહેનત સાચા મનથી કરજે.મળશે જીવનમાં ઉજાણી
                                             ……જુવાનીમાં જોશ જગાવી.
મનમાં રાખજે ટેક ભણતરની, જીવનનુ એ ચણતર
મન લગાવી મેળવી લેજે,ગુરુજીનીકૃપા હૈયા અંદર
મળી ગઇ જ્યાં સાચી કેડી,ઉજ્વળ તારુ જીવનદીસે
સફળજન્મનો પાયો મળેત્યાં,શાંન્તિ મળશેતને જગે
                                           …….જુવાનીમાં જોશ જગાવી.
ભણતરની પકડી સીડી,માબાપની કૃપા મળી જશે
આવી દ્વારે ઉભી  સફળતા,જેનીજગમાં છે ખોટદીસે
મનની મહાનતામાં ભઇ,પ્રભુ કૃપા પણ મળી જશે
ઉજ્વળ આવતી કાલ થશે,જેનો જગમાં મોહ બધે
                                           …….જુવાનીમાં જોશ જગાવી.

++++++++++++++++++++++++++++++++++++++++