જન્મ અને જુવાની


                            જન્મ અને જુવાની

તાઃ૩૦/૪/૨૦૦૯                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જુવાનીમાં તું સમજી લેજે,નહીં તો જીંદગી ભટકી રહેશે
મસ્ત મઝાની છે જુવાની,સમય સમજી તુ પારખી લેજે

નહીંતો તારું માનવ જીવન,મળ્યુ તને જે નીર્થક થાશે
લાગણી જ્યાં તુ મુકીશ નેવે, સાચે રસ્તે તુ ચાલી જાશે

મનનીમાગણી મુકી તુ દેજે,સાચુ જીવન પામી તુ લેશે
મળી તનેજો મમતા સાચી,નહીં આવે જીવનમાં આંધી

સંત,ભક્તિને સંગેરાખીશ,ઉજ્વળ જીવનજગે તુ પામીશ
પ્રભુ કૃપા ને પામીશ સેવા, સાર્થક જીવન કરી તુ લેવા

જન્મ જગતમાં જાણી લઇશ,જુવાની ને માણી તુ લઇશ
મોહ માયાના બંધન છુટશે,નેજીવ જગતથી મુક્તિ લેશે

++++++++++++++++++++++++++++++++++++++++