ગુજરાતી સાહિત્ય સરીતા


            ગુજરાતી
                              સાહિત્ય
                                               સરિતા

 તાઃ૨૦/૪/૨૦૦૯                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુ     ગુજરાતીઓ આખા જગતમાં પ્રસરેલા છે.
     જગતની શાનમાં ગુજરાતીઓના નામ છે.
રા     રાખે શ્રધ્ધા અને કરે મહેનત તે ગુજરાતી.
તી    તીર્થસ્થાનને પવિત્ર રાખવુ તે ગુજરાતીઓમાં સંસ્કાર છે.

સા    સાહસ કરવુ એ ગુજરાતીઓની ગળથુથીમાં છે.
હિ     હીંમત રાખી જીવન જીવે તે ગુજરાતી.
ત્ય    ત્યજેલ માર્ગને ભુલી જવું તે ગુજરાતીઓની શાન છે.

     સમયને પારખી સફળતા મેળવે તે સાચો ગુજરાતી.
રી     રીતરિવાજમાં ગુજરાતીઓ જગતમાં મોખરે છે.
તા    તારણહાર ફક્ત પરમાત્મા જ છે તે સાચી સમજ ગુજરાતીઓમાં જ છે. 

       હ્યુસ્ટનના મારા ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રભાવશાળી અને ઉચ્ચકક્ષાના
લેખકોની કદર રુપે ઉપરોક્ત લખાણ પ્રેમ સહિત અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ

પડેલા પાંદડા


                      પડેલા પાંદડા

તાઃ૧૯/૪/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારી તમારી વાતમાં કાંઇક સમજાય છે.
  વિચારીને ચાલતા બધુ મળી જાય છે.

સહજ સ્વભાવમાં બધુંય ચાલી જાય છે.
   ઉંડા ઉતર્યા પછી સાચુ સમજાય છે.

માગણી મારી પ્રેમની દીલથી ઉભરાય છે.
    સાચી વાત સમજતા મન દુભાય છે.

લાગે લગની જ્યાં,ત્યાં ચાહત મળી જાય છે.
     વિચારીને ચાલતા રસ્તો મળી જાય છે.

મોહ માયા જગતમાં જીવને લાગી જાય છે.
     ભક્તિની રાહથી દુર ભાગી જાય છે.

પ્રેમની પાંખ તો જગતમાં સૌને લાગી જાય છે.
   સંતાન અને સંતનો નસીબે મળી જાય છે.

ધન અને વૈભવ તો મહેનતે જ મળી જાય છે.
    મુક્તિ જીવને પ્રભુ કૃપાએ મળી જાય છે.

 ===================================

અરજી પ્રભુને


                               અરજી પ્રભુને

તાઃ૧૮/૪/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંભળી મારી અરજી પ્રભુજી, લેજો પકડી હાથ
ઉજ્વળ જીવનદેજો,જેમાં સદારહે તમારો સાથ
                                         ………સાંભળી મારી અરજી.
પ્રભાતપહોરના પહેલા કિરણે,દેજો મહેંક અપાર
જ્યોતજીવનમાં જાગતી રાખી મળજો વારંવાર
કૃપા સિંધુના સાગર છો તમે પ્રેમ ભક્તોને દેતા
લેજોહાથ અમારોઝાલી,જીવન ઉજ્વળ કરીલેવા
                                          ………સાંભળી મારી અરજી.
સંસારની જુઠી માયા, નાવળગી રહે આ કાયાને
મળેલસમયને પારખી લેવા, કરજો દુર માયાને
સાચી ભક્તિ સ્નેહ ભાવથી, થાય સદા સૌ સાથે
મનમાં નારહે કોઇઆશા,ના બાકીરહે અભિલાષા
                                          ………સાંભળી મારી અરજી.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

અદેખાઇ મળી


                          અદેખાઇ મળી

તાઃ૧૮/૪૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારોના વમળમાં માનવમન છે ગયું અટવાઇ
કેવુ,કેમ,ક્યારે બન્યુ વિચારતાં મળીગઇ અદેખાઇ
                                                ,,,,,,,વિચારોના વમળમાં.
સિધ્ધિના સોપાન ચઢે જ્યાં સાચી મહેનત થાય
મળે માનને મોભો જગે ને સગા સંબંધી હરખાય
લગીરપડે જ્યાં છાંટો અભિમાને ઇર્ષા આવીજાય
મહેંકતા મધુર જીવનમાં અદેખાઇ જ આવી જાય
                                                 ,,,,,,,વિચારોના વમળમાં.
બાળપણની બારાખડી ને અમેરિકાની એબીસીડી
લઇ શબ્દોનો સથવારો  ઉજ્વળતાને વણી લીધી
મળતા  માન મલકમાં જેને ના બીજી કોઇ ભીતી 
ઉજ્વળ જીવન મહેંકીઉઠે ત્યાંભાગે વિદેશી પિપુડી
                                                    ,,,,,,,વિચારોના વમળમાં.
 
()))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))(((((((((((((((((((((૯૯૯

સીધી લીટી


                             સીધી લીટી

તાઃ૧૮/૪/૨૦૦૯                          પ્રદીપ ભહ્મભટ્ટ

સીધી લીટી દોરતા જગમાં ના લાગે કોઇને વાર
વાંકીચુકી જ્યાં થઇ જાય ત્યાં મન ઘણુ અકળાય
                                        ……..સીધી લીટી દોરતા.
ભણતર એતો છે જીવનમાં ઘડતરની એક કેડી 
મક્કમમનથી પકડીસીધી જીવનમાં મળેપહેલી
મહેનત મનથી કરતાં ને પ્રેમભક્તિ સંગેરહેતા
વાંકીચુકી ના જીંદગી દીસે લીટી સીધી અનેરી
                                          ……..સીધી લીટી દોરતા.
પગથી જીવનની ચડતા ના લાગે કોઇને વાર
મહેનત સદા મનથી કરતાં મળી જાય સંસાર
પામવાપ્રેમ જગતમાં જોસીધી નજર થઇજાય
મળી જાય એ પ્રેમનીસંગે જે માગ્યુ ના મંગાય
                                          ……..સીધી લીટી દોરતા.

 =================================

જુવાનીનુ જોશ


                        જુવાનીનુ જોશ  

તાઃ૧૭/૪/૨૦૦૯                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જુવાનીમાં જોશ જગાવી,જીંદગીની તુ કરજે કમાણી
મહેનત સાચા મનથી કરજે.મળશે જીવનમાં ઉજાણી
                                             ……જુવાનીમાં જોશ જગાવી.
મનમાં રાખજે ટેક ભણતરની, જીવનનુ એ ચણતર
મન લગાવી મેળવી લેજે,ગુરુજીનીકૃપા હૈયા અંદર
મળી ગઇ જ્યાં સાચી કેડી,ઉજ્વળ તારુ જીવનદીસે
સફળજન્મનો પાયો મળેત્યાં,શાંન્તિ મળશેતને જગે
                                           …….જુવાનીમાં જોશ જગાવી.
ભણતરની પકડી સીડી,માબાપની કૃપા મળી જશે
આવી દ્વારે ઉભી  સફળતા,જેનીજગમાં છે ખોટદીસે
મનની મહાનતામાં ભઇ,પ્રભુ કૃપા પણ મળી જશે
ઉજ્વળ આવતી કાલ થશે,જેનો જગમાં મોહ બધે
                                           …….જુવાનીમાં જોશ જગાવી.

++++++++++++++++++++++++++++++++++++++++

આવજો વ્હેલા


                             આવજો વ્હેલા

 તાઃ૧૬/૪/૨૦૦૯    (ગુરુવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવજો વ્હેલા બાપા દ્વારે, રાહ જોઉ હુ સૌની હારે
લેજો પ્રેમ અમારો દીલથી,
                        વીરબાઇ માતાને લાવજો પ્રેમથી
                                              ……આવજો વ્હેલા બાપા.
જન્મમળ્યો આ અવનીએ,ભક્તિ મળી ગઇ સાથે
માતા પિતાની કૃપા થતાં, લગની તમથી લાગી
દેજો પ્રેમ ને રાખજોપ્રેમ,માગણી મનથી અમારી
                                             ……આવજો વ્હેલા બાપા.
અવની પરના આગમનમાં,જીવ ગયો છે મુઝાઇ
ના આરો કે ઓવારો,નેમળ્યો મોહમાયાનો લ્હારો
મુક્તિજીવની માગણીતમથી,દેજો મનથી સહારો
                                              ……આવજો વ્હેલા બાપા.
પળપળના આ સહવાસમાં,મતી પકડજો અમારી
રાખજો હૈયે હામ પ્રભુથી,ને ઉજ્વળ કરજો જીવન
સગાસંબંધી જ્યાંસ્નેહ ભરીદે,રાખજો પ્રેમને પકડી
                                             ……આવજો વ્હેલા બાપા.

૩#########################################૩