વરઘોડો…. વર વગરનો


            ઘોડો
                ....વર વગરનો

તાઃ૩/૫/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

     શ્યામલાલનો દીકરો અનોજ અમેરીકાથી લગ્ન માટે ત્રણ માસથી આવેલ
લગ્ન માટે ઘણા માબાપ દીકરીઓ લઇને આવ્યા હતા. અંતે રાજેન્દ્રલાલ ની
દિકરી સંગી સાથે નક્કી કર્યુ.લગ્ન તારીખ,સમય અને સ્થળ નક્કી કરી કંકોત્રી
છપાવી અને બધાને સમયસર મોકલી પણ દીધી.જે દીવસે લગ્ન હતુ તે દિવસે......
    ઓ રાજુભાઇ,ઓ કનુભાઇ,ઓ મોહનભાઇ,ઓ રાવજીભાઇ
          શોધો જલ્દી,દોડો જલ્દી ક્યાં ગયો વરરાજા ભઇ
                અરે ક્યાં ગયો શ્યામલાલનો દીકરો અનોજ ભઇ.....?????
જાન તૈયાર છે ને ઘોડો પણ આવ્યો,
            સાથે આવ્યા બેંડવાજા ભઇ;
તૈયાર થયા સૌ સુંદર કપડે;
            લાગે પરણવા ચાલ્યા ભઇ.
હસતા રમતા મુખડા સૌના છે;
           .......પણ ક્યાં ગયો વરરાજા ભઇ.
સવારમાં તો શુટ પહેરેલ;
            માંડવે ફરતો અમે દીઠો અહીં,
મસ્ત મઝાનો મુગટ માથે,
             ને સુંદર મોજડી પહેરી ભઇ.
અત્તર છાંટી હસ્તો દીઠો અહીં;
            ......પછી ક્યાં ગયો વરરાજા ભઇ.
સમય થયો વરઘોડાનો ભઇ;
             તૈયાર થઇ સૌ રાહ જુએ અહીં,
ઉમંગ ઉત્સાહ લગ્નનો સૌમાં;
             માણવા મનથી સૌ રાજી ભઇ,
અવસર એક મળ્યો છે આજે;
            ......પણ ક્યાં ગયો વરરાજા ભઇ.

     આમ વરરાજાની શોધાશોધ ચાલતી હતી ત્યાં મફતભાઇએ
અનોજને અને નવી વહુને હારતોરા સાથે આવતા દીઠા.આ જોઇ
શ્યામલાલ ચમકી ગયા કારણ સાથે ઘરની કામવાળી પણ સુંદર
કપડામાં હતી.તેઓ સમજી ગયા કે અનોજ કામવાળીની દિકરીને
કોર્ટમાં જઇ રજીસ્ટર લગ્ન કરીને લઇ આવ્યો છે. તેઓએ તરત   
અનોજને પુછ્યુ બેટા આવુ કેમ કર્યું?
        અનોજ કહે પપ્પા અમેરીકામાં અહીંના ભણતરની કોઇ
કીંમત નથી. અહીંથી ભણેલી પત્ની લાઉ તો ત્યાં નોકરી ના મળે,
સારી નોકરી માટે ભણાવવી પડે,અને તમને ખબર નહીં હોય કે
ત્યાં ભણતર મોંઘુ છે.અને આને તો કામનો અનુભવ છે એટલે ત્યાં
ગમે તે સ્ટોરમાં ગમેતે કામ મળી જાય એટલે બીજો કોઇ ખર્ચો જ
નહીં.
      એટલે એ બધુ વિચારીને જ મેં આ પગલુ ભરેલ છે.તમને
કોઇ વાંધો નથી ને?
      શ્યામલાલ કાંઇ જ બોલ્યા વગર જાનમાં જવા આવેલા
બધાને જમાડી માફી માગી વિદાય કર્યા.              

============================================

વળગે લફરાં


                      વળગે લફરાં

તાઃ૩/૫/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

લફરાં લટકે છે ચાર, જગમાં શોધે સુખ અપાર
નામળે જ્યાં સાચોપ્યાર,ત્યાં થઇજાય તે બહાર
                                      …….લફરાં લટકે છે ચાર.
એક લફરુ છે માયાનુ,જે કાયાને વળગી જાય
ફાંફમારી શોધે જ્યાંએક,ત્યાંમળે લફરાં બેચાર
                                     …….લફરાં લટકે છે ચાર.
લફરું બીજુ સંબંધતણું,જે બહાર ફરે મળી જાય
આવી ઉભુ જ્યાં બારણે,ત્યાં ઉજાગરાથઇ જાય
                                     …….લફરાં લટકે છે ચાર.
ત્રીજુલફરું તડફડતુ,ક્યાંક મુસાફરીએ મળીજાય
આંખમારતાં એમળી જાય,ત્યાં બૈડેએ પડીજાય
                                      …….લફરાં લટકે છે ચાર.
લફરું મળે જો ભક્તિનુ,સાચા રસ્તે તે લઇ જાય
જીવને લફરુ નામળે,ત્યાં ઉધ્ધાર આજન્મે થાય
                                       …….લફરાં લટકે છે ચાર.

++++++++++++++++++++++++++++++++++

સવારની ભક્તિ


                        સવારની ભક્તિ

તાઃ૩/૫/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવારની છે ભક્તિ સાચી,ઉજ્વળ જીવન કરવા વાળી
ભક્ત જલાની સેવા કરતાં,જન્મે જીવને શાંન્તિ મળતા
                                                 …….સવારની છે ભક્તિ.
પ્રભુ કૃપા છે જગમાં ન્યારી,સુધરે મન વચન ને વાણી
સદા સ્નેહની ભરતી આવે, જીવનમાં શાંન્તિ લઇ આવે
                                                  …….સવારની છે ભક્તિ.
મુક્તમને જેસ્મરણ થાતુ,સુખી જીવનમાં નાદુઃખદેખાતુ
કરુણા સાગર પરમ કૃપાળુ, પરમાત્માની દયા દેનારુ
                                                  …….સવારની છે ભક્તિ.
કાયાના બંધન છે જીવને, જન્મ મળે આવે છે લઇને
ભક્તિસવારની કૃપાદેનારી,જલાબાપાની દ્રષ્ટિ થનારી
                                                  …….સવારની છે ભક્તિ.

========================================