મધુર મિલન


                     મધુર મિલન

 તાઃ૫/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની આંગળીયે, જ્યાં દ્રષ્ટિ પ્રેમની થાય;
આવે આતુરતાનોઅંત,ને મિલન મધુર થઇ જાય.
                                     ……..અંતરની આંગળીયે.

પ્રેમની પાવક જ્વાળાને,ના જગતમાં છે જોવાય
અંતરમાં એ આવી જાય, જે સહવાસે મળી જાય
નિરખે જગમાં જ્યાં દેહને,ત્યાં પ્રીત થતી દેખાય
મળેમાયાને મળેપ્રેમ,જીવને શાંન્તિ ત્યાંમળીજાય
                                     ……..અંતરની આંગળીયે.

જીવ,જન્મ ને જગતનું,જ્યાં મિલન એકથઇ જાય
અવનીપરના આગમનમાં,મહેંક મધુર છે લહેરાય
પ્રભુ કૃપાએ પાવન થાય, મળેલ જન્મ જગમાંય
આવે કૃપાનીધાન દ્વારે, ત્યાં જન્મસફળ થઇ જાય
                                      ……..અંતરની આંગળીયે.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼