શ્રી શીવબાબા


                           શ્રી શીવબાબા

તાઃ૧૧/૫/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
                         (૧૧/૫/૧૦૭૧)

આવો વ્હાલા શીવબાબા,તમને કરીએ કાલાવાલા
ભક્તિ ભાવને રાખી હૈયે, જીવનમાં દો અજવાળા
                                        …..આવો વ્હાલા શીવબાબા.
કરુણાસાગર મુક્તિદાતા,કરીએ પ્રેમે પુંજન અર્ચન
પાવનપગલાપાડી,કરજો જીંદગી ઉજ્વળ અમારી
મતીઅમારી મુક્તિમાગે,ભક્તિ કરીએ પ્રેમેતમારી
                                         …..આવો વ્હાલા શીવબાબા.
મળતીમાયા જન્મજીવથી,કૃપાદેજો જગતઆધારી
આવીઆંગણે આશીશદેજો,મુક્તિ વેળા સંગે રહેજો
લેજોહાથ ને દેજોસહારો,મોહમાયાથી અળગોરાખી
                                         …..આવો વ્હાલા શીવબાબા.
ભક્તિ પ્રેમને સંગે રાખી,રટણ કરુ છુ અંતરયામી
નીજજીવનને પાવન કરવા,હૈયેહામ સદાહુ રાખુ
દેજોસહારો ને લેજોહાથ,મનથીહંમેશાં મુક્તિમાગુ
                                        …..આવો વ્હાલા શીવબાબા. 

++++++++++++++++++++++++++++++++++++