મહેનત


                                  મહેનત 

તાઃ૨૦/૫/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેનત કરતાં માનવીને,જગે બધુ મળી જાય;
બારણે આવી ઉભુ રહે એ, ને પ્રેમે આપી જાય.
                                      …..મહેનત કરતાં માનવીને.
ચમકેસીતારો સફળતાનો,ને સધ્ધરતા મળીજાય
ભણતરની કેડીએ ચાલો ત્યાં સૌની આગળ જાવ
મહેનત મનથી કરતાં તો, આશીશ મળતી જાય
આવે ત્યાં સફળતા દોડી,ના માગવી પડે લગાર
                                        …..મહેનત કરતાં માનવીને.
કૃપા મળે મા લક્ષ્મીની,ને થાય જગમાં સન્માન
જુવાનીના સોપાન પર જ્યાં જ્યોતપ્રેમની થાય
મહેનત,પ્રેમના બંધનમાં,ભઇ મન આનંદે લ્હાય
મિથ્યા માયા ભાગે દુર,ને જગેસંકટ તરી જવાય
                                        …..મહેનત કરતાં માનવીને.
જેમ કદજોઇને મદભાગે,જેમ ભક્તિ જોઇને પાપી
આવેમાનઅનેસન્માન,જ્યાંમહેનત થાયલગનથી
ના મસ્તક નમે નીચુ,કે ના ભાગવુ પડે ભઇ દુર
આગળની જ્યાં દીઠી કેડી, ત્યાં ના રહે કોઇ વેરી
                                        …..મહેનત કરતાં માનવીને.

==============================