સ્નેહની સાંકળ


                      સ્નેહની સાંકળ

તાઃ૨૨/૫/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કડી કડીના બંધનછે એવા;વળગી વળગીને ચાલે,
બંધન એવા છે બંધાયેલા;જે મળે મળે મળી જાય.
                                             ……..કડી કડીના બંધન.
જીગરનુબંધન જગમાંન્યારુ;આગળ હિંમતે લઇજાય,
સાચી મહેનત સાથે રહેતા;કડી કડી એક થઇ જાય,
એક એકની કડી મળે જ્યાં;સાંકળ સોની એક થાય.
                                                ……..કડી કડીના બંધન.
મનમક્કમને ધ્યેય વણેતો;વર્ષા સફળતાની થઇ જાય
એક હાથમાંજ્યાં મળે બીજો,ત્યાં સાહસની થાય કતાર
મળતો પ્રેમ જગમાં અચાનક,ત્યાં સ્નેહની સાંકળ થાય.
                                                   ……..કડી કડીના બંધન.

=================================