વધામણા


                             વધામણા

તાઃ૨૩/૫/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ફુલડાંનો લઇને ગુચ્છો, હું આવી ઉભો છુ બારણે
મારાપુરા થયાછે શમણા,હું દઉછુ તને વધામણા
                                       …….ફુલડાંનો લઇને ગુચ્છો.
ભણતરનીદોર જ્યાં પકડી,હાલમડોલમ એ કરતી
જ્યાં પાટી પેન ને જકડી, ત્યાં સીડી પકડી લીધી
એક,બે પછીત્રણ થતાં,મળીઉજ્વળજીવનનીલીટી
આવી સફળતા મારા દ્વારે,જેમળી મહેનતથી મારે
                                            …….ફુલડાંનો લઇને ગુચ્છો.
સંસારની સોટી સીધી, જે સાચા પ્રેમ ભાવથી લીધી
સંતાનસંગીનીનો પ્રેમમળ્યો,મેં ઉજ્વળ જીંદગીદીઠી
ફુલોનોસથવાર સગા લઇ,આવે પ્રેમને પાવન કરવા
મહેંકપ્રેમનીનેસુગંધપુષ્પની,સાથે ઉભરાતા હૈયાલાવે
                                               …….ફુલડાંનો લઇને ગુચ્છો.
જીવ જન્મની જ્યાં સમજ પડી,ભક્તિ પકડી લીધી
મંજીલ મળી મને જલાસાંઇની, સાચી રાહ મેં દીઠી
ઉજ્વળજીવન ને સાર્થકજન્મ,જ્યાં ભક્તિપ્રીતકીધી
આંગણે મારે ભક્તિ આવે,સાથે સંતો સ્નેહ વરસાવે
                                               …….ફુલડાંનો લઇને ગુચ્છો.

+++++++++++++++++++++++++++++++++++

માનવીનો પ્રેમ


                    માનવીનો પ્રેમ

તાઃ૨૩/૫/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જો પ્રેમ માનવીનો,તો માનવતા કહેવાય
મળે જો પ્રેમ પ્રાણીનો, તો મનુષ્ય છે કહેવાય.
                             ……..મળે જો પ્રેમ માનવીનો.
જન્મ મળે જ્યાં અવનીએ,દેહ મળ્યો કહેવાય
જીવ,જન્મને સગાંમળે,ત્યાં પ્રેમ સદા ઉભરાય
દેખીદર્પણનેમુખજોતાં,જેમઆંખોઆનંદેઉભરાય
મળેશક્તિ જ્યાંભક્તિને,ત્યાં ભક્તો છે મલકાય
                               ……..મળે જો પ્રેમ માનવીનો.
સંબંધસ્નેહની જાળમળે,ત્યાં જીવનઉજ્વળથાય
માયામમતાની મહેંકમાં,કિલ્લોલક્યાંક થઇજાય
મળતી લાગણીકૃપાદેહને,સાર્થકજન્મ મળીજાય
ના નાની માયામળતાં,સઘળુ આનંદેઆવીજાય
                                ……..મળે જો પ્રેમ માનવીનો.
_________________________________________