સફળતાની ચાવી


                      સફળતાની ચાવી

તાઃ૨૫/૫/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઢોલ નગારા વાગે, ને ત્યાં શંખ જોરથી નાદે
હૈયે ટાઢક પણલાગે,જાણે સફળતા મળીઆજે.
ધીરજહામ ને શ્રધ્ધા,જીવનમાં ત્યાં લાગી જાય,
મહેંકઆવીજાય,જ્યાં સફળતાનીચાવી મળીજાય.
                                           …….ઢોલ નગારા વાગે.
મહેનત માનવતાથી કરતાં,સિધ્ધિ દેખાઇ જાય
આવી મળે ઉજ્વળતા,જે મહેનતથી મળી જાય
સંગી સાથી રહે સંગે ને,મળે સાગર સરખો પ્રેમ
જ્યોતીપ્રેમની જલે હંમેશાં,જે દિલમાં લાવે હેત
                                           …….ઢોલ નગારા વાગે.
સાર્થકજીવન છેઅવનીએ,જ્યાં પ્રેમનેમળે પ્રીત
કૃપાળુની થાય દયા,ને મળે માનવતાની રીત
આવતી કાલના  આગમને, કિરણ લાવે પ્રકાશ
સરળતા ને સહજતાં મળે,જીવનમાં આવે હાશ
                                           …….ઢોલ નગારા વાગે.

++++++++++++++++=+++++++++++++++++