સંતાનને વ્હાલ


                    સંતાનને વ્હાલ

તાઃ૩૧/૫/૨૦૦૯                      પ્રદીપ બહ્મભટ્ટ

વ્હાલથી માબાપને જોતાં જ, આંખો ભીની થાય
જન્મમળ્યો અવનીએ જીવને,લાગણીઓ ઉભરાય
પાવન પગલાં માબાપના, ર્સ્પશવા તરસે મનડુ
મળીજાય જ્યાં અનાયાસે,સંતાનનુ હરખાય હૈયુ
                                …….વ્હાલથી માબાપને જોતાં.
આંગળી પકડી ચાલતા બાળ,પાપાપગલી કરતાં
ઢળતીઆંખો ને પગલીનાની,જોઇમાતા હરખાતા 
આધાર મળે ને સહારો, બાળક ચાલતુ થઇ જાય
આનંદવિભોર બનીજાય,જ્યાંપ્રેમ માબાપનેથાય
                                …….વ્હાલથી માબાપને જોતાં.
સહવાસ મળે ને સંસાર,ત્યાં ઉજ્વળ જીવન થાય
કૃપાનેકરુણા મળે માબાપની,પરમાત્મા રાજીથાય
ભક્તિપ્રીતને માનવપ્રીત,જગમાંસઘળુ મળીજાય
ના આધીકેઉપાધી રહે,સંતાનની સઘળી ટળીજાય
                                        …….વ્હાલથી માબાપને જોતાં.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

ઉદય અને અસ્ત


                            ઉદય અને અસ્ત

તાઃ૩૧/૫/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવાર સાંજની છે  શિતળતા, જે માનવતા દઇ જાય
હૈયે હેત ને ટાઢક મળતા,ઉજ્વળ માનવજીવન થાય
                                               ………સવાર સાંજની છે.

સુર્ય કિરણના આગમનથી, પ્રભાતપ્રેમાળ થઇ જાય
પંખી પ્રાણી છોડી નિંદર,કિલ્લોલકરતાં જગે લહેરાય
દેખીજીવન દૈહીક સાચુ,જીવ નાભટકી રહે જગમાંય 
કેવળપામી પ્રેમ કુદરતનો,પાવન ધરતી થઇ જાય
                                       ………સવાર સાંજની છે.

તપેજ્યાં સુરજ મધ્યાહને,જગ આકુળ વ્યાકુળ થાય
શોધે સહારો જગત જીવો ભઇ, ક્યાં મળે છે વિસામો
જોશ જુવાનીનુ જ્યાં તરસે,ત્યાં કો મળે ના કિનારો
હામ રાખી હૈયે પ્રગટાવો,પ્રેમથી મળશે જગે સહારો
                                                 ………સવાર સાંજની છે.

સંધ્યાકાળના કોમળ કિરણો,અંત દિવસનો એલાવે
માનવજન્મના બંધનમાં,ધડપણ જગમાં જેમઆવે
તીર્થ સ્થાનને નજરમાં રાખી, ભક્તિરંગે જીવ જાગે
અસ્ત થાય જેમ કિરણનો, તેમ મૃત્યુ સમીપે આવે
                                                  ………સવાર સાંજની છે.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

લોટી,ટકલો અને વાળ


                     લોટી,ટકલો અને વાળ

તાઃ૩૧/૫/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્ય કીરણ જ્યાં પડે અવનીએ, પ્રભાત થયુ કહેવાય
કુદરતનીછે અકળલીલા,માનવ જુદી રીતે ઓળખાય
                                                  ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સંસારી સરગમમાં ચાલતો માનવ, પ્રેમાળ છે દેખાય
ભાગેજે સંસારની સૃષ્ટિથી,કાઢીવાળ લોટીયો થઇજાય
મુંડન કરીને માળા પકડી,આમતેમ ભમતો એ દેખાય
માયાથી બચવાને કાજે,બહેનોથીએ દુર ભાગતો જાય
                                                   ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સકળ જગતના કર્તા જેને,જગે અવિનાશી છે કહેવાય
પ્રેમમળે ને માનવતા મળે,પણ ઉંમરના સંતાઇ જાય
વાળ ખરવા માંડે જ્યારે, છુટે મોહ જગના ધીરે ધીરે
સમયથી બચવા ખેલ કરે,તો ય ટકલો તે થઇ જાય
                                                   ……..સુર્ય કીરણ જ્યાં પડે.
સૃષ્ટિના સકંજામાં આવી, અવનીએ મળે માનવદેહ
જુવાનીના જોશમાં રહેતો ત્યાં,વાળ ગોઠવતો અનેક
ગુચ્છો વાળનો ગોઠવી રાખી,સ્ટાઇલ પણ પકડી છેક
આજુ બાજુ જોતાં ચાલે,ને લટકા વાળ કરાવે અનેક
                                                   ……..સુર્ય કીરણ જ્યાં પડે.

+++++++++++++++++++++++++++++++++++