ધરેલ હાથ


                           ધરેલ હાથ

તાઃ૬/૬/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથ ધરીને માગવું તેને, જગમાં દાન ના કહેવાય
જ્યાં હાથદાનમાગવા લંબાય,તેને ભીખજ કહેવાય
                                             ……..હાથ ધરીને માગવું.
આત્માના કલ્યાણનુ બહાનુ, કાગળમાં બતાવાય 
ભક્તિ સાચી કઇ છે તે, જગના જીવોને સમજાય
ના કલ્યાણ આત્માનું થશે,કે નહીં થાય કોઇપુણ્ય
ભગવુ પહેરી ભીખમાગવી,એ તો ભીખારીનીભુખ
                                              ………હાથ ધરીને માગવું.
દાનપેટી એ ધાર્મીક સ્થાને,હાથ પ્રસારવાની રીત
પૈસા મુકતા માનવી સમજે, પામી ગયો એ પુણ્ય
પત્થરમાં ના પ્રાણ હોય,તો કોણ કલ્યાણ કરીજાય
જીવનુ જતન પ્રભુ કરે,  હરખમાં જીવે જે જોડાય 
                                                ………હાથ ધરીને માગવું.
કરતાં કામ પ્રેમે જીવનમાં,જે જગત જીવને હરખાય
મળે જ્યાં માનવતા,એ સાચી પ્રભુ પ્રીતથી જ થાય
ડગલે પગલે જીવની સંગ રહે,જે પરમાત્મા કહેવાય
ના ભીખ માગવી પડે જગે, કે ના ધરવા પડે હાથ.
                                              ………હાથ ધરીને માગવું.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%