મનડુ મારુ કેવુ


                        મનડુ મારુ કેવુ

તાઃ૧૧/૬/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન માનવતા ને મોહ,જેના જગમાં છે રુપ અનેક
કોણ ક્યારે અને કેવીરીતે,અનેક ઓળખવાની રીત
                                        ………મન માનવતા ને મોહ.
મળશે કાંઇક,મળશેકાંઇક,એવુ મનથી જ થયા કરે
એકવાર નહીં,બેવાર નહીં,ત્યાં થાય પ્રયત્ન અનેક
પ્રયત્ન ચાલુ જ રાખીને,ના ધીરજ છોડવી મનથી
વૃત્તી એવી મનમાં રાખવી, જે માંખીની ભઇ રીત
                                          ………મન માનવતા ને મોહ.
કોમળ ભાવના રાખી મનમાં, કે કાંઇક મળી જાય
આડીઅવળીરીત સમજાવી,માનવીને મલકાવાય
કરવો પ્રયત્ન શ્રધ્ધારાખી,એકવાર તો લાભી જાય
પુંછડી પટપટ પટાવતા ભઇ,કુતરાને આનંદ થાય
                                          ………મન માનવતા ને મોહ.
હિંમત રાખી મેળવી લેવુ,ના ડર મનમાં કંઇ થાય
મોં ખોલીને ત્રાટકી પડતાં,જે જોઇએ તે મળીજાય
આત્મામાં વિશ્વાસ રહે,ને નામ સાંભળી ડરી જાય
હિંમત એ સિંહની કહેવાય,જે મનડે જ વસી જાય
                                         ………મન માનવતા ને મોહ.
મનડુમાનવીનું હાલમ ડોલમ,જ્યાં ત્યાં જગે ફસાય
ત્રાડ પાડીને છાતી કાઢે, જ્યાં નમ્રતા કરતા ભાળે
સ્નેહની સાંકળમાં લપેટાય,ના આરો કોઇ જ લાગે
મનડુ અમારુ એવુ ભઇ,જે સમયને ઓળખી ચાલે
                                        ………મન માનવતા ને મોહ.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼