પવનની લહેર


                          પવનની લહેર

તાઃ૩૧/૮/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંદ પવનની લહેર લાવે શીતળતાને સાથ
આવે જીવનમાં દેવાને ઉજ્વળજીવન આજ
                                      …….મંદ પવનની લહેર.
પ્રેમ ભરેલા વાદળ દીસે મન મહેંકવા કાજ
સુર્ય કિરણની ચમક એવી લાવે એક ઉજાસ
સ્પંદન દેતો વાયરો આવે નેહૈયે ટાઠક થાય
મળતી એકલહેર એવી માનવીમન હરખાય
                                        …….મંદ પવનની લહેર.
પ્રભાતની એ કોમળતામાં જીવનમહેંકી જાય
કલરવ ક્યાંક કાને પડતા મધુરમન મલકાય
સુગંધ પુષ્પતણી આવે ત્યાં આંખોછે પલકાય
શબ્દ ના સંગાથ દે કે જે જીભથી કંઇ બોલાય
                                         …….મંદ પવનની લહેર.

++++++++++++++++++++++++++++++++

અમેરીકન રીત


                             અમેરીકન રીત

તાઃ૨૦/૮/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

શર્ટ પૅન્ટ પહેરીને દીઠી, માણસાઇને માગતી ભીખ
ટાય ગળે હવે ફાંસો બની,આકેવી અમેરીકન રીત
                                        …….શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
ભણતરની સીડી લેવા ભઇ મારી ફલાંગ લાંબી દુર
સહનશીલતા સાચવી રાખી,કરતા જે મળતા કામ
મક્કમમનની મેળવીપ્રીત,મળતી જીવે અનેકરીત
માંગણીએ ના માનવતામળે,ને નાસંબંધીની પ્રીત
                                       ………શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
લઇને ફરતો હાથમાં સર્ટી,જે છે ભણતરનુ સોપાન
પડી જાય એ હાથમાંથી, ત્યાં દેખાવ દેખાઇ જાય
પ્રેમ દેખાડવા હાયબાય,ને પછી સરમૅડમ કહેવાય
મુંઝવણનો ના કોઇ માર્ગ,જ્યાં અમેરીકા આવીજાય
                                         ……..શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
માનવતાની મહેંક છોડી, જ્યાં કોમ્પ્યુટર લીધુ તેડી
બગડો તગડો ના સમજાય,કેના માનવમનની કેડી
આગળના સોપાન ઉંચા,ના એ માણસાઇમાં દેખાય
રીત આતો અમેરીકન,જે અહી આવીને જ સમજાય
                                        ………શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.

=========================================

સહનશીલતા


                          સહનશીલતા

તાઃ૩૦/૮/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સહન કરે એ મોટો, મારા ઘરમાં હું એ જોતો
ગામમાં હું જ્યાં ફરતો,ત્યાં પ્રેમ સૌનો મળતો
                                           ……. સહન કરે એ મોટો.
મળતી માયા ને પ્રેમ,ના તેમાં કોઇ વ્હેમ મને
સંસ્કારસીંચન મળીગયા,દુર ભાગીજગનીબલા
કુદરત કેરા ન્યાયમાં, સકળ વિશ્વનો સાથ રહે
મળશે મનથી સાથમને,કરીશ જ્યાં કામ મને
                                             …….સહન કરે એ મોટો.
એક ભાવના મનમાં રમે,પ્રેમ સૌનો મને મળે
નાલોભકે મોહમાયા દીસે,માનવમન જગેજીતે
માણસાઇમાં મનમળે,ને સંસ્કારસંગે જીવનરહે
સહનશીલતાને માનવતા,જગમાંતેને પ્રભુગણે
                                            ……..સહન કરે એ મોટો.
અપમાન અદેખાઇ પારખતા,દુર માણસાઇ રહે
ના સ્પંદન કે સહેવાસ મળે,ના સ્પર્શે અભિમાન
જલાસાંઇની પ્રેમજ્યોત,માનવજીવે મળે ઉજાસ
ના બંધન જીવને જગેમળે,ના દેહજગે ફરી મળે
                                              …….સહન કરે એ મોટો.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+

જલાસાંઇમાં વિશ્વાસ


                         જલાસાંઇમાં વિશ્વાસ

તાઃ૩૦/૮/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા મારા મનમાં છે,ને ભક્તિમાં વિશ્વાસ
માગણી કદી ના મનથી કરતો,
                                આવશે જલાસાંઇ મારે દ્વાર
                                              …….શ્રધ્ધા મારા મનમાં.
રટણ કરું હું પ્રભુ નામનું, મનમા રાખુ ધ્યેય
પાવન થાશે આજન્મ,ને ઉજ્વળ આ જીવન
સંતનીજોઇ ભક્તિસાચી,જીંદગી પવિત્રજાણી
માગુ કૃપાપરમાત્માની,જીવને સદામળનારી
                                              …….શ્રધ્ધા મારા મનમાં.
ના માગું હું માયા જગમાં કે ના માગું હું મોહ
જીવ જગતની પ્રીતભાગે,ના માનવ દેહ મળે
પ્રભુ કૃપામળે સદાયે,જલાસાંઇ જ્યાંઆવે દ્વારે
રમા,રવિનો પાવનજન્મ,સંગેમારે દિપલઆવે
                                              …….શ્રધ્ધા મારા મનમાં.                   
કરુણાપામીપરમપિતાની,સાચીભક્તિકરીજવાની
અપેક્ષાને અળગી રાખી,મોક્ષ માટે પ્રીત પ્રભુથી
સંસારનીમાયાને છોડી,પાવન મુક્તિ પકડીલેવી
જલાસાંઇની ભક્તિએવી,જગતજીવમાંઆવેપહેલી
                                              …….શ્રધ્ધા મારા મનમાં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

श्रध्धा और विश्वास


                      श्रध्धा और विश्वास 

ताः२८/८/२००९                           प्रदीप ब्रह्मभट्ट 

श्रध्धामें लगन रहे और रहेममें हो विश्वास
बाबा आके प्यारदो, मुझे भक्ति मीले अपार
                                        ……..श्रध्धामें लगन रहे.
रामनामसे नाता जोडा, और श्रध्धामें सबुरी
मीला मानवजीवन अब,ना भक्ति रहे अधुरी
पाना है प्यार तुम्हारा,दे जाना मुझे पलवार
राह देखते खडा द्वारपे,आ जाना सबसे पहेले
                                    ………श्रध्धामें लगन रहे.
मेरे प्यारमे भावना है, और प्यार रामका पाना
करु रटण भक्तिप्रेमसे,साथमें जलारामको लाना
जन्मजीवका उज्वलकरना,जीवन चलता झरना
निर्मलप्रेम देना बाबा,साथमें प्रभुप्यारको लाना
                                        ……….श्रध्धामें लगन रहे.

*****************************************

ભક્તિપ્રેમનો દીવો


                           ભક્તિપ્રેમનો દીવો

તાઃ૨૮/૮/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોતપ્રેમની થઇ વિરપુરમાં,
                                   ભક્તિને દીધો છે પ્રકાશ
ધરતીના જન્મને બિરદાવી
                       પ્રભુપ્રેમમાં આંબી લીધુ આકાશ.
                                                    ……..જ્યોતપ્રેમની થઇ.
જલારામની કેડી સાચી, ભક્તિને પ્રેમથી કરી લીધી
જન્મસફળ કરવાને કાજ,જગતજીવ ભક્તિ કરે આજ
મત્યુનેદેહને મળે જગમાં,જન્મ મળે અવનીએ જ્યાં
લાગશે માયામોહના બંધન,નામળશે જીવનેસ્પંદન
                                                    ……..જ્યોતપ્રેમની થઇ.
માવિરબાઇની રાહસાચી,ભરથારની આજ્ઞામાંવિશ્વાસ
આજ્ઞાને આદર કરી,જીવન જગમાં ઉજ્વળકરી લીધું
સંસ્કાર સ્નેહને  પામી આદેહે, મુક્તિ પ્રેમે લીધી સદેહે
આવ્યા આંગણે પિતાજગતના,માગ્યા ભક્તિએ દાન
                                                   ………જ્યોતપ્રેમની થઇ.

=============================

ચી.રવિને આશીર્વાદ


                        ચી.રવિને આશીર્વાદ

તાઃ૨૫/૮/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીનની શુભ કામના, જે મનમાં આવી જાય
પગે લાગે માબાપને,રવિને આશીર્વાદ મળીજાય
                                      …….જન્મદીનની શુભ કામના.
માગણી પ્રેમની કદી કરે ના, વર્તનથી મળી જાય
જીભ,જીવન નેવર્તન સાચવી,મનથીમહેનત થાય
સોપાનભણતરના ચઢેસાચવી,ના ક્યાંયે અટવાય
મહેનતમનથી કરીલેતા,સફળતા સાથે ચાલી જાય
                                       …….જન્મદીનની શુભ કામના.
પપ્પાનો પ્રેમ મેળવી,મમ્મીને વ્હાલ એ કરી જાય
બહેનનો પ્રેમ ટપલેખાતો,જ્યાં રહેછે પ્રેમનો નાતો
માયાનાબંધનથી છટકી,પ્રેમનોપોકારસાંભળી જાય
જલાસાંઇની મળે દ્રષ્ટિ,નેઉજ્વળ જીવન એનું થાય
                                        …….જન્મદીનની શુભ કામના.

*************************************