આંગળી ચીંધી


                          આંગળી ચીંધી

તાઃ૨/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનડુ મારું કોમળ જ્યાં ઘોડીયામાં આલા લઉ
દુધની ટોટી મોમાં ત્યાં માતાનીય મમતા લઉ
                                      ………મનડુ મારું કોમળ જ્યાં.
આંગળી પકડુપિતાની જ્યાં ડગલાં ચાલવા જઉ
એક એક ચાલતા પગલુ મનડે પણ આનંદ લઉ
જીંદગીની સોપાન સીડીએ જ્યાં આંગળીચીંધાય
પ્રેમ મળતા માતાપિતાનો મારુહૈયુ હરખાઇ જાય
                                        ………મનડુ મારું કોમળ જ્યાં.
બાલમંદીરમા ડોકીયુ કરતાં, મનડુ ખુબ ભડકાય
માસ્તરની એક મહેંક મળતાં,ડગલાં માંડ્યા ચાર
આંગળી ચીંધી ઉજ્વળતાએ,મહેનત માણી લીધી
બુધ્ધીનો ભંડાર મળ્યાનો,હૈયે આનંદથાય અપાર
                                          ………મનડુ મારું કોમળ જ્યાં.
જુવાનીના જોશને બંધનમાં લીધા લાવીને લગામ
ઉભરો અતિ જ્યાંઆવે,શ્રધ્ધા વિશ્વાસથી એ દબાય
મળે આશીર્વાદ વડીલોના,ચીંધે આંગળીસીધી રાહે
આવેઆનંદ જીવનમાં જ્યાંભણતર જુવાનીએ લાગે
                                             ……..મનડુ મારું કોમળ જ્યાં.
ભણતર જીવનમાં ઉમંગ લાવે ને મહેનત જુવાનીને
મળે સંસ્કારનેસિંચન પ્રેમના,ત્યાં ભક્તિએ મન લાગે
સંતની દ્રષ્ટિ પડતાં સંસારે,ચીંધે આંગળી પ્રભુનાદ્વારે
મુક્તિ સાથે જીવને ચાલે, ના અંતે દુઃખડા મળનારા
                                               ……..મનડુ મારું કોમળ જ્યાં.

#####################################