આરતીની અર્ચના


                           આરતીની અર્ચના

તાઃ૩/૯/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંગળ આરતી પ્રેમથી કરતાં,જીવને આનંદ થાય 
દીવા પ્રગટે પ્રેમથી ઘરમાં,ત્યાં પરમાત્મા હરખાય
                                         ………મંગળ આરતી પ્રેમથી.
સવાર સાંજની પવિત્ર વેળા,શાંન્તિ સદા લહેરાય
પુંજન અર્ચન ભાવથી કરતાં,જીવ સદાય મલકાય
માગણી પ્રભુથી પ્રેમની કરતાં,માનવમન હરખાય
સ્નેહ પ્રેમના વાદળ ઉભરાતા,જીવન ઉજ્વળ થાય
                                           ……..મંગળ આરતી પ્રેમથી.
દીધો માનવદેહ આ જીવને,કરુણા પ્રભુની કહેવાય
પળપળને પારખવાને કાજે,ભજન કીર્તનો લહેરાય 
માણસાઇમાં મતીછે ન્યારી,જે સમજીચાલે પળવાર
મુક્તિનાદ્વાર પ્રભુજ ખોલે,જ્યાં પ્રેમથી આરતીથાય
                                            ……..મંગળ આરતી પ્રેમથી.
આરતી સાથે વંદન કરતાં,દેહ પ્રભુ ચરણમાં જાય
દેહને ભુમીનો સ્પર્શમળે,પ્રભુની કરુણા વરસી જાય
અંત દેહનોઉજ્વળ છે દીસે,જ્યાં જલાસાંઇ હરખાય
પ્રભુપ્રેમને સંતનોસ્નેહ,આરતીની અર્ચનાથીલહેરાય
                                           …….. મંગળ આરતી પ્રેમથી.

#################################