ભવિષ્યની ભાળ


                        ભવિષ્યની ભાળ

તાઃ૬/૯/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જ્યારે દેહ મળે, જન્મ મળ્યો કહેવાય
આંગણે આવી ખુશી રહે,માબાપ ત્યાં હરખાય

સંતાન માયા જગમાં એવી,સૌને વળગી જાય
મોહપ્રેમની એવી દ્રષ્ટિ,આનંદ જીવે દેતીજાય

કરુણાની જ્યાં કેડી મળે,જે પ્રભુ કૃપા કહેવાય
આનંદનો સંકેતમળે,ને ભવિષ્ય ઉજ્વળ થાય

પ્રેમઅનેરો મળતો સૌનો,બાળપણ વિદાયથાય
જુવાનીના જોશે આવી,ભણતર પણ મળીજાય

નાજુક દેહના બંધન મુકી, જન્મ સફળ ને કાજ
મહેનતમનથી માણીલીધી,સોપાનચઢવા આજ

આવી જ્યારે સમજણમને,પારખી લીધોમેં કાળ
પવિત્રપાવન જીવનદીસે,એજ ભવિષ્યની ભાળ

**********************************