સહેલીઓના સંગે


                     સહેલીઓના સંગે

તાઃ૧૨/૯/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઢોલ વાગે મૄદંગ વાગે, અને મંજીરા દે તાલ
આવો આજે ગરબે ઘુમવા, થઇ આવો તૈયાર
                      ……..સહેલીઓ ગરબે રમવા આજ.
માડી તારા ગુણલા ગાતા,હૈયે હરખ ના માય
દેજે કરુણા દ્રષ્ટિ અમપર,ગરબા તારા ગવાય
પ્રીત રાખી પ્રેમ પામવા,તુ દેજે અમને લગાર
આવી સહેલીઓ ગરબા ગાવા હૈયે રાખી હામ
                        …….સહેલીઓ ગરબે રમવા આજ.
ચાચર ચૉક માની માડી,આવજે અમારે દ્વાર
પ્રેમ ભાવથી દીપ કરીને,ગરબા ગઇએ આજ
તાલીઓના તાલેમાડી,પ્રેમભક્તિ કરવા કાજ
ચુંદડીના સથવારે રહીને, રહેજે જીવન સાથ
                        ……..સહેલીઓ ગરબે રમવા આજ.
નવરાત્રીના નવલા દિને,કરજે કરુણા અપાર
ભક્તિ તારી પ્રેમથી કરીએ,ગુણલાગાતાઆજ
આવજેમાડી આશીશદેવા,ઉજ્વળ જીવનકાજ
ગરબાતારાગાતાપ્રેમથી,અમને હૈયે છેવિશ્વાસ
                         ……..સહેલીઓ ગરબે રમવા આજ.

જય જય અંબેમા,જય જય અંબેમા,જય જય અંબેમા,જય જય અંબેમા.

આંગળી પકડી


                           આંગળી પકડી

તાઃ૧૨/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડી જલાબાપાની,હું ચાલતો ડગલાં ચાર
ટેકો દીધો મને સાંઇબાબાએ,આ જીવની મુક્તિ કાજ
                                   …….આંગળી પકડી જલાબાપાની.
ભક્તિમાં તો મન લાગેલુ,જ્યારથી આવી સમઝણ
પામવા પ્રેમ પરમાત્માનો,ના મનમાં કોઇ મુઝવણ
મળેલ માબાપના પ્રેમમાં,ભક્તિની સીધી એક દોરી
કરતોમાળા પ્રેમભાવથી,મેળવવા પરમાત્માની દ્રષ્ટિ
                                   …….આંગળી પકડી જલાબાપાની.
ઉજ્વળ દીઠી સાચા સંતની ભક્તિ,સંસારે પકડી લીધી
માળા કરતાં જલાસાંઇની,ભાગી આવતીજગની વ્યાધી
માતા વિરબાઇની શ્રધ્ધા, સાથે જલારામનો પ્રભુ પ્રેમ
મળી ગયા મને રસ્તા સાચા,ને તકલીફના ભાગે વ્હેણ
                                     …….આંગળી પકડી જલાબાપાની.
સવાર સાંજની ભક્તિ ન્યારી,જીવેમળે સદાબલીહારી
ઉત્તમ આનંદ સ્નેહ મળે,ને  વરસે સદા પ્રેમની વર્ષા
મુક્તિના માર્ગ  ખુલે જે મનને શાંન્તિ પણ આપીજાય
વ્હાલા સંતો પ્રેમ કરે જે જીવને ભક્તિ પ્રેમ દઇ જાય
                             ………..આંગળી પકડી જલાબાપાની.

==================================