માયાવી લાગે સંસાર


                      માયાવી લાગે સંસાર

તાઃ૧૯/૯/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સાંકળ જીવને વળગે,
                         ના  તેમાંથી કોઇ છટકે
અવનીપરના આગમનેએ આવે,
                        જીવ મુક્તિ પામતા અટકે
                                 …….સંસારની સાંકળ જીવને.
ભજન ભક્તિનો સંગ મળતા,
                      જન્મ સફળતાને છે નિરખે
પરમ પ્રેમની દ્રષ્ટિ પ્રભુની,
                      માનવજીવન સદાય મહેંકે
                                   …….સંસારની સાંકળ જીવને.
કરુણા સાગરની અજબલીલા,
                     માયા સંસારને વળગી ચાલે
એક અણસાર પ્રભુ પ્રાર્થનાએ,
                     મનને માયાથી જ દુર રાખે
                                  ……..સંસારની સાંકળ જીવને.
માગણી માનવીની રહે સદાયે,
                     પ્રેમ પામવા સાચો ફરે જગે
વ્યાધી આવતી અટકે જ્યાં,
                     ત્યાં સફળતા આવી ફરી વળે
                                  …….સંસારની સાંકળ જીવને.

 +++++++++++++++++++++++++++++++++++++