ચતુરાઇની દીવાલ


                        ચતુરાઇની દીવાલ

તાઃ૨૦/૯/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકડો ઘુંટતા બગડો આવ્યો,ને તગડો ત્રેવડ લાવ્યો
ચોથાની ચિંતા જ્યાં કરતો,ત્યાં પાંચડો પ્રેમ લાવ્યો
                                              ……..એકડો ઘુંટતા બગડો.
જગતનીમ છે એવો જાણે,વળગી ચાલે એક પાને બે
આવેબીજા મળવાકાજ,જે આવતાવ્યાકુળતામળીજાય
                                             ……….એકડો ઘુંટતા બગડો.
તીરથનીરખી પાવનકાજ,જ્યાં ભક્તિથી દ્રષ્ટિ કરીએ
મળી જાય મોહ માયા ત્યાં, જ્યાં ભીખ માગતા આવે
                                                 …….. એકડો ઘુંટતા બગડો.
ચતુરાઇની છે ચાર દીવાલ, સમજી વિચારી જ્યાં ચાલો
નાવ્યાધી કે ઉપાધીઆવે,જ્યાંબંધનચારદિવાલનાઆવે
                                                ……….એકડો ઘુંટતા બગડો.
બુધ્ધી દીધી પરમાત્માએ,જ્યાં સમજી વિચારી ચલાય
લાગણી મળે ને ઉજ્વળ જીવન, પાવન ઘર થઇ જાય
                                                 ………એકડો ઘુંટતા બગડો.

)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)