સંબંધ શીતળતાનો


                     સંબંધ  શીતળતાનો

તાઃ૨૧/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ વાયરો ને શીતળ પ્રેમ,સ્નેહ  આપી  જાય
મનમાં મળે ઉમંગ અનેરો, ને જીવન મહેંકી જાય
                                              ……..શીતળ વાયરો ને.
આવજો આંગણે પ્રેમ લઇને. સ્નેહ મળશે અનેરો
મહેંક માનવતાની મળશે,નેઉજ્વળ જીવન સંગે
મુક્તિ મળશે માગણીઓથી,સ્નેહ ઉભરશે મનથી
જ્યાં શાંન્તિ આવશેદોડી,ને ભાગશે લોભ તમથી
                                               ……. શીતળ વાયરો ને.
પ્રેમની પાંપણ ખોલતા,કુદરતનીમળશે શીતળતા
શાંન્તિનોઉભરો આવશેદોડી,લઇને સાથે માનવતા
મનમાં ઉમંગ તનમાં સ્નેહ,આંખોને મળે અણસાર
પ્રેમઅને વાયરાની શીતળતા,લઇ આવે ભગવાન
                                                ……. શીતળ વાયરો ને.

=================================