નવલી રાતો


                         નવલી રાતો

તાઃ૨૭/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના નવદીવસ,મા પુંજન અર્ચન થાય
કૃપા પામવા માડી તારી,રાત્રીએ ગરબા ગવાય
                                   …….નવરાત્રીના નવદીવસ.
નરનારીમાં  ઉમંગ   આવે, ને પ્રેમે ભક્તિ  થાય
આવજો માડી આંગણેઅમારે,દેવા ભક્તિ સાથ
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી, રાખજે માડી લાજ
સાચી રાહે ચાલવા માડી ,રહે જો હરપળ સાથ
                                  ……..નવરાત્રીના નવદીવસ.
ગરબે ઘુમતી નાર જ્યાં,ત્યાં રાત નવલી થાય
માતા તારી કરુણા પામતી,સુહાગીણી ખુશથાય
ભાગ્યાના ભારને દુર કરી,ઉજ્વળ જીવન થાય
મળી જાય પ્રેમ નવરાતે,જીંદગી પાવન થાય
                                   ……..નવરાત્રીના નવદીવસ.
ગુણલા ગાતા ગરબે ઘુમતા,નવરાત્રી ઉજવાય
દશેરાના પાવનદીને,કુકર્મોને જગથી દુરકરાય
પ્રભુ રામની કૃપા પામવા, રાવણ દહન થાય
સદમતી મળતા જીવને,જગથી ઉધ્ધાર થાય
                                 ……..નવરાત્રીના નવદીવસ.

 ===================================