મનુષ્ય જન્મ


                          મનુષ્ય જન્મ

તાઃ૨૮/૯/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માણસાઇ મારી એવી,જેમાં માનવતા દેખાય
સરળતાની સૃષ્ટિમાં,સાચો પ્રેમ જગે કહેવાય
                                       ……..માણસાઇ મારી એવી.
સુખદુઃખના સાગર છે સૌને,ના કોઇથીએ છોડાય
નાનામોટા કે સાધુફકીરને,સાથે જ વળગી જાય
કરતા કામ જગમાં એવા,જ્યાં પ્રેમ વરસી જાય
એવી ભાવના વૃત્તિ સાચી,ને પરમાત્મા હરખાય
                                        ……..માણસાઇ મારી એવી.
મળશે માયા જીવ સાથે,મમતાનો ભરેલ ખજાનો
ભાગી શકશે ના દેહ કોઇ,જે આવે જીવ અવનીએ
સાથ અને સહકારના બારણે,પ્રભુ પધારે હરવાર
માણસાઇની એરીતનિરાળી,જ્યાંમળે પ્રભુનીપ્રીત
                                          …….માણસાઇ મારી એવી.

***********************************

મા,મમતા ને માયા


                         મા,મમતા ને માયા

તાઃ૨૮/૯/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ સફળ થઇજાય,જ્યાં માની કૃપા મળીજાય
મમતાનો અણસાર મળે,ત્યાં સ્નેહ ઉભરાઇ જાય
માણી લેતા મોહ જગે,ભઇ માયાછે વળગી જાય
નાછુટે આકાયા જગથી,જ્યાં સઘળુ લુંટાઇ જાય
                                        ……. જન્મ સફળ થઇ જાય.
સંતાન થતાં માબાપના,શોધવો ના સંતાન પ્રેમ
મળીજાય માનવતાએ,જ્યાં સંસ્કાર સિંચન થાય
કુદરતનીએ અજબલીલા,કે માયામમતા લહેરાય
પાવન જગમાં જીવદીસે,જ્યાં પ્રભુ પ્રીતથઇજાય
                                          ……. જન્મ સફળ થઇ જાય.
માની લાગણી મળી જશે, સંતાન બની રહેવાય
મમતાનીપ્રીતના શોધવીપડે,ને દેહ ઉજ્વળથાય
સકળસૃષ્ટિમાં ન્યારી એવી,માયા જો વળગીજાય
જીવ જગતમાં દેહપામી,ઘડી ઘડી જન્મે ભટકાય
                                           ……. જન્મ સફળ થઇ જાય.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

ભુખનો ભંડાર


                           ભુખનો ભંડાર

તાઃ૨૮/૯/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ  મળે જીવને અવનીએ, જન્મ મળ્યો કહેવાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવ,જગે દેહ ધરી હરખાય 
                                    ……..દેહ  મળે જીવને અવનીએ.
ઉજ્વળતાના સોપાનમળે,જ્યાં મળે માનવદેહ જગે
જન્મ મૃત્યુના બંધન જીવના,પ્રભુ કૃપાએ ટળી જાય
દેહને સંબંધ છે વળગેલો,ના કોઇથી જગમાં એ છુટે
પામેમુક્તિ જીવઅવનીએ,રહેજ્યાંપ્રભુ ભક્તિની ભુખ
                                    ………દેહ  મળે જીવને અવનીએ.
પશુ પક્ષીની વૃત્તિના કોઇ, જીવન જગમાં જીવી રહે
દેહની એવી સૃષ્ટિ જગતમાં, ભુખ સૌને વળગી રહે
અન્નભુખ ને પ્રેમભુખ છે એવી,નાના મોટા દેહે મળે
અવનીનાઅવતાર પરજીવને,ભુખનોભંડાર મળીરહે
                                     ………દેહ  મળે જીવને અવનીએ.
પિતા પુત્ર ને ભાઇ બહેન,સાથે સંબંધીઓનો સહવાસ
ઉજ્વળ માનવ જીવનથાય,જ્યાં મળેપ્રેમનો અણસાર
પાવનધરતી જગમાં છે,જ્યાંલીધો નારાયણે અવતાર
રામકૃષ્ણના નામની ભુખ,છે જન્મ સફળ જગનો જરુર
                                       ………દેહ  મળે જીવને અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++