સ્વર્ગનુ સુખ


                            સ્વર્ગનુ સુખ

તાઃ૧/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્વર્ગનુ સુખ મળે મને ઘરમાં,ને ભક્તિ સાચીથાય
પ્રભુ રામની મળે કૃપા ,ને સંત જલાસાંઇ   હરખાય
                                     ………..સ્વર્ગનુ સુખ મળે મને.
નિર્મળતાની પકડી કેડી, ત્યાં પ્રેમની દીઠી પહેલી
સવાર સાંજની ભક્તિ પ્યારી,જે ધુપદીપથી થાય
મન અને માનવતા મળતા,પવિત્ર જીવન દેખાય
                                       ……….સ્વર્ગનુ સુખ મળે મને.
ભક્તિ ભાવની દોર પકડી,જીંદગીની નાવ ધકેલી
પત્નીપુત્ર સંગ પ્રહર પારખી,થઇરામનામથી પ્રીત
સંસારીસંતો મળી ગયા,જેણે ભક્તિની દીધી કસોટી
                                         …….. સ્વર્ગનુ સુખ મળે મને.
અર્ચનઆરતી કરતાંઘરમાં,મહેંક ભક્તિનીપ્રસરીજાય
મનવચન,વાણીવર્તન  અમારા,પ્રીતમાં પવિત્ર થાય
હરપળમાં સહવાસ પ્રભુનો,ને દુઃખનો અણસાર જાય
                                          ………સ્વર્ગનુ સુખ મળે મને.
ડગલે પગલે પાવન સ્પંદન,પ્રેમે હૈયામાં મળી જાય 
પ્રભુભક્તિનો આનંદ અનેરો,ના કદી મુખથી કહેવાય
પામર મળેલ દેહ જગમાં,ફરી ના પામે આ અવતાર 
                                           ……..સ્વર્ગનુ સુખ મળે મને.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

શીતળ ભક્તિપ્રેમ


                    શીતળ ભક્તિપ્રેમ

તાઃ૧/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરવા પ્રેમથી, શક્તિ દેજો આ દેહને
કરજો કરુણા મનથી,મુક્તિ દેજોમને મોહથી
                                    …….ભક્તિ કરવા પ્રેમથી.
રામનામની માળા હાથમાં,રટણ કરતો હુ રહુ
પ્રેમ પામી પરમાત્માનો,જીવન ઉજળુ હુ કરુ
ભક્તિમાં મને શક્તિ દેજો,સાથે રહેજો મારી 
હરપળ તમને યાદ કરુ,જીવન સાર્થક હુ પામુ
                                    ……..ભક્તિ કરવા પ્રેમથી.
જલારામની જ્યોતમળી,નેસાંઇબાબાની માયા
સાચી સીડી મળી પ્રેમની,પામવા જીવે મુક્તિ
સંત બની સંસારમાં રહ્યા,જગે દીધી સાચીરાહ
પ્રેમપામી પ્રભુનો અવનીએ,સાર્થક જીવનલીધુ
                                       …….ભક્તિ કરવા પ્રેમથી.
આવી આંગણે દેજો સહારો, પામર જીવન છુટે
નાવળગે મને મોહમાયા,જે જગમાં જીવનલુંટે
મુક્તિ લેવા જીવને બાબા, દેજો કરુણા મનથી
જલારામની આંગળીપકડી,જીવને લેજો જકડી
                                      ………ભક્તિ કરવા પ્રેમથી.

================================