દાન,દેખાવનુ


                   દાન,દેખાવનુ

તાઃ૫/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચૅક લખી હજારનો દઇ દે દાનમાં,દાનવીર દેખાય
બેંકમાં સો ડૉલર ખાતામાં,ત્યાંચૅક પાછો પડી જાય.
                                      ……..ચૅક લખી હજારનો દઇ દે.
મોટી વાતો ને મોટા દેખાવ,ત્યાં દેખાવ મોટા થાય
કાગળ પર પણ દેખાય મોટા,ને ખુરશી ખેંચાઇ જાય
ના સમજે સંસાર આ,જગે માનવતા ક્યાં મળી રહે
પ્રેમ ભાવના ને લાગણી,આ જગે ગણીગાંઠી દેખાય
                                     ……..ચૅક લખી હજારનો દઇ દે.
ઉભો રહેવાને  ટેકો મળે,ત્યાં લાકડી જ ખેંચી લેવાય
વિચાર કરવા મનજાય,બીજીવ્યાધી પણ મળીજાય
દાન જગમાં પ્રેમનુમળે,ત્યાં જીવન ઉજ્વળ સદારહે
નામાગણી કરવીપડે જગે,કે ના કોઇનાપગ પકડાય
                                    ……..ચૅક લખી હજારનો દઇ દે.
આવે આધી વ્યાધી દોડી,જ્યાં અનીતિ જીવથી થાય
દેખાવ કરવા આવી મળે,ત્યાં સઘળુય જગ લઇ જાય
ના મળે અણસાર પળે,કે ક્યાં ચાલી શાંન્તિ પળવાર
કુદરતના ન્યાયમાંજ મળે,જીવને શાંન્તિ આવીને દ્વાર
                                         ……..ચૅક લખી હજારનો દઇ દે.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

આશિર્વાદની વેળા


                        આશિર્વાદની વેળા

તાઃ૫/૧૦/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જન્મમાં સિધ્ધિ એવી,મહેનતથી મળી જાય
કરીએ જગતમાં કામ એવા, આશિર્વાદ વરસી જાય
                                       ……..માનવ જન્મમાં સિધ્ધિ.
બાળપણમાં મોંઘા મળે,જે માબાપથી લઇ લેવાય
પગે લાગતાં પ્રેમ મળે,ને ભાવના પ્રેમ દેતો જાય
મન મક્કમની કેડી પકડતાં,બાળપણ સુધરી જાય
                                        ……..માનવ જન્મમાં સિધ્ધિ.
જુવાનીના જોશમાં આવતાં,મહેનત લખાઇ જાય
કરી વંદન માબાપને જતા, ત્યાં કામ સફળ થાય
મહેનતનાસોપાન નિરાળા,ને સફળતા મળી જાય
                                          ……..માનવ જન્મમાં સિધ્ધિ.
સંસારની કેડી તો વાંકીચુકી,લગ્ન જીવનથી બંધાય
પતિ પત્નીના પ્રેમની સીમા,આશિર્વાદથી સમજાય
પ્રેમ મળે માબાપનો,જીવન આશિર્વાદે ઉજ્વળથાય
                                            …….માનવ જન્મમાં સિધ્ધિ.

= ++++++++++++++++++++++++++++++++++++=

સમયની સરભરા


                        સમયની સરભરા

તાઃ૫/૧૦/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે જગમાંજીવને,કર્મનાબંધન વળગી જાય
પ્રાણી પશુ માનવીમાં, માનવ જન્મ સફળ કહેવાય
                                        ……જન્મ મળે જગમાં જીવને.
અવની પરના આગમને,જીવ જગતમાં છે લપટાય
વાંકી સીધી જગ કેડી પર,એ ચઢ ઉતર કરતો જાય
જન્મ મળતા મળે બચપણ,પછી જુવાનીએ જકડાય
પકડી રાખે જ્યાં ખાનપાન,તે સફળતા ચઢતો જાય
                                       ……..જન્મ મળે જગમાં જીવને.
સમયની દોરને પકડીને,માનવી જીવન જીવતો જાય
કર્મવર્તનના બંધનનેછોડવા,જીવનમાં ભક્તિકરીજાય
જન્મ જુવાની ને જાગૃતિએ,કદીના જીવ જગેભટકાય
ભક્તિનીપકડી કેડીજીવનમાં,સમયનીસરભરાથઇજાય
                                        ……..જન્મ મળે જગમાં જીવને.
સાંકળ પકડવા સમયની,ના દેખાવમાં ડુબી જવાય
કરુણા પ્રેમને ઉધ્ધાર જીવનો,પ્રભુ કૃપાએ મળીજાય
ડુંગરનાદર્શનરળીયામણા,તેમ દુરથીશિખરનાદેખાય
સાચુ શરણુ પરમાત્માનુ,ઘરઆંગણુ પવિત્ર થઇજાય
                                         ……..જન્મ મળે જગમાં જીવને.

 (*(*(*(*(*(*(*(*(*(*(*(*(*(*)*)*)*)*)*)*)*)*)*)*)*)*)*)