આસોપાલવના તોરણીયા


                       આસોપાલવના તોરણીયા

તાઃ૭/૧૦/૨૦૦૯                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના બંધન છોડવા,આસોપાલવના તોરણીયા બંધાય
જન્મમરણની મુક્તિમાગવા,માડીમારે આંગણે દીવાથાય
                                                  ……..જીવના બંધન છોડવા.
થઇકૃપા પરમાત્માની,ત્યાં અવનીએ માનવ જન્મમળ્યો
કરુણા જીવ પર કરી જ્યારથી, ભક્તિ પ્રેમથી કરી લીધી
આંગણેઆવી માડી રોજ સવારે,મને પ્રેમથી આશીશદેતા
માનવમન ના સમજી શકે, ભાવના ભક્તિની છે નિરાળી
                                                  ……..જીવના બંધન છોડવા.
અવસરના જ્યાં દ્વાર ખુલે, ત્યાં જીવ પ્રસંગોમાં ભરમાય
શોધતા માયામોહ જગતના,ના દુશ્મન કોઇ જગે દેખાય
મળે બંધનજગના જ્યાં જીવને,ત્યાં પૃથ્વીએ જ લપટાય
ના છુટે જીવ જન્મ મરણથી,જ્યાં દેહથી છટકવાને જાય
                                                 ………જીવના બંધન છોડવા.‌‌‌

####################################