ભુખ


                                 ભુખ

તાઃ૧૦/૧૦/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે અવનીએ જીવને, જન્મ મરણ મળી જાય
પૃથ્વી પર સોપાન ચઢવા,દેહને ભુખ વળગી જાય
                                     ……..દેહ મળે અવનીએ જીવને.
જન્મ મળતાં જીવને જગ પર,મા બાપ મળી જાય
બાળપણની સીડી પકડતાં,પ્રેમની ભુખ લાગી જાય
મળે માબાપનો પ્રેમ હૈયેથી,બાળક પ્રેમે મલકીજાય
ઉન્નત સ્નેહ ને આશીશ મળે,ત્યાં જીવન મહેંકી જાય
                                         ……..દેહ મળે અવનીએ જીવને.
બાળપણથી બારાખડી તરફ,જ્યાં જીવન ચાલતુ થાય
મળે જ્ઞાનની સીડી ગુરુથી,જેની ભુખે વિદ્યા મળી જાય
મહેનત મનથી કરતાંસાચી,ભવિષ્ય ઉજ્વળ થતું જાય
ના ચિંતા દેહને જગમાં,કેના કોઇ તરફ હાથ લંબાવાય
                                          ……..દેહ મળે અવનીએ જીવને.
પ્રેમ મળ્યો જ્યાં માબાપનો, ત્યાં બાળપણ મહેંકી  જાય
ભણતર એ ચણતર જીવનનું,આશીશ ગુરુજીની લેવાય
જન્મમરણના બંધન છોડવા,ભક્તિની ભુખ લાગી જાય
પરમાત્માની કૃપા મળે જીવને,જ્યાં સંતોની સેવા થાય
                                           ……..દેહ મળે અવનીએ જીવને.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦