માન અને સન્માન


                        માન અને સન્માન

તાઃ૧૨/૧૦/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૃષ્ટિના સહવાસમાં રહેતા,માનવીનેસથવાર મળી જાય
જન્મ મળતાં મનુષ્યનો, માન  અને સન્માન   મળી જાય
                                                  ……સૃષ્ટિના સહવાસમાં રહેતા.
કુદરતની આ લીલામાં સંસારની સીડીએ,પ્રેમ દેખાઇ જાય
નાનકડા દેહના આગમનેઘરમાં,માબાપને માન મળી જાય
હરખાતે હૈયે  નીરખતાં,બાળક પર વ્હાલપ્રેમ ઉભરાઇ જાય
આવીને સમાજની લહેરમાં,સંતાનનુ એ માન મેળવી જાય
                                                    …….સૃષ્ટિના સહવાસમાં રહેતા.
મહેનત મનથી કરતાંજગમાં,વ્યાધી સૌ ત્યાંથી ભાગી જાય
સફળતાની અનેક લહેર મળતા,જગમાં સન્માન મળી જાય
મહેંક મહેનતની ને ઉજ્વળ આ જીવન,ભવિષ્યમાં થઇ જાય
માનની દોરીજ જીવથી છુટતાં,જગતમાં સન્માન મળી જાય
                                                  ……..સૃષ્ટિના સહવાસમાં રહેતા.

+++++++++++++++++++++++++++++++++++++

કેવી રીતે આવુ?


                       કેવી રીતે આવુ?

તાઃ૧૨/૧૦/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવાર થતાં હું રાહ જોઉ, ક્યારે થવાની સાંજ
આજની સાંજ થઇજતાં,વિચારુ કાલની સવાર
                               ……..સવાર થતાં હું રાહ જોઉ.
સોમવારની તો સવારપડી,પછી થઇ છે સાંજ
ક્યારે આવશે શનીવાર,પછીતો નક્કી રવિવાર
પંદરદિવસથી તારીખજોતો,ક્યારે આવશે બાર
મળવાની મને માયાતુજથી,લેવાનેતારો પ્યાર
                                   ……સવાર થતાં હું રાહ જોઉ.
ઘરના તો  સૌ આતુર બની, તારી જુવે છે રાહ
આવજે હૈયે પ્રેમ રાખી, લેજે મનથી સૌના હેત
ઉમળકાની હદ નથી,અને ના તેમાંપુર્ણ વિરામ
સ્વપ્નાને સાકાર કરવા,દેજે જીવનમાંમને સ્નેહ
                                    …….સવાર થતાં હું રાહ જોઉ.
પ્રેમના પુષ્પ પાથર્યા દ્વારે, વાટ તારી સૌ જુએ
બનીગયાસૌ આતુરહવે,ત્યાં રણકી ફોનની રીંગ
મને બોલાવ્યો તેનેઘેર,ઉતાવળમાં થઇ તકલીફ
લેંઘામાં ના નાડું હતુ,તમેકહોહુ કેવી રીતે આવુ?
                                     …….સવાર થતાં હું રાહ જોઉ.

(((((()))))))((((((()))))))((((((()))))))((((())))))(((()))