ક્યારે મળે?


                                ક્યારે મળે?

તાઃ૧૪/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખ ખુલી જ્યાં પારણે,ત્યાં ચહેરો માનો દેખાય
મા સાંભળતા કાનથી,આંખમાં પાણીઆવી જાય
                                         ……..આંખ ખુલી જ્યાં પારણે.
મમતા હૈયેથી નીકળે,ના જગમાં કોઇથીએ કહેવાય
માણીલે માના હેત પ્રેમ,જે માની કૃપાએ મળી જાય
ઉજ્વળ પ્રેમના  સોપાન મળે,ને જન્મ સફળ દેખાય
ક્યારે મળે પ્રેમમાબાપનો,જ્યારે હૈયેથી વંદન  થાય
                                             ……..આંખ ખુલી જ્યાં પારણે.
કરુણાના સાગરમાં નાવડી,માના પ્રેમથી ચાલી જાય
આશીર્વાદની વર્ષામાં સાથે,મહેનતના હલેશા લેવાય
મળી જાય સાથ  ભક્તિનો,હળવાસ જીવને મળી જાય
ક્યારે મળે કરુણા પ્રભુની, જ્યારે મનથી પુંજન   થાય
                                               …….આંખ ખુલી જ્યાં પારણે.
મળે સ્નેહ ને પ્રેમ બધે,જ્યાં સંસ્કાર સાથે ચાલી જાય
ડગલુ માંડતા સહવાસ મળે,જે સફળતાએ દોરી જાય
મન મનન અને માનવતા,સાચા પ્રેમની રાહે વણાય
ત્યારે મળે અનોખુ જીવન,જેની જગમાં દેખાય છે ખોટ
                                              ………આંખ ખુલી જ્યાં પારણે.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$